
રિપોર્ટ -મહેશ સિંધવ -મોરબી
મોરબીના ખોખરા હનુનમાનજીની જગ્યામાં આવતીકાલે તારીખ ૮ એપ્રિલના રોજ શ્રી રામ ક્થાનુંમાં કંકેશ્વરી માતાજીના સાનિધ્યમાં શરૂ થનાર છે . જેમાં સવારે શોભાયાત્રા બેલા ગામથી સવારે ૦૮:૦૦ વાગે ખોખરા હનુમાનજી સુધી યોજાનાર છે આ પોથીની શોભાયાત્રા માં ૦૩ હાથી , ૫૧ ઘોડા , ૦૮ બગી તથા મહારાષ્ટ્રથી ઢોલ નગારાના માજ સાથે ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા યોજાનાર છે , જેમાં અજય લોરીયા પોથી ઉપાડશે , જેમાં માતાજી કંકેશ્વરી , ભારતના સાધુ સંતોના અધ્યક્ષ મુકતાનંદ બાપુ તેમજ શ્રી શેરનાથ બાપુ ( જૂનાગઢ તળેટી ) આ પોથીયાત્રામાં હાજર રહી શોભાયાત્રાની શોભા વધારશે . આ શોભાયાત્રામાં પધારવા અજય લોરીયા ( ચેરમેન શ્રી બાંધકામ સમિતિ , જીલ્લા પંચાયત મોરબી ) દ્વારા તમામ મોરબીની જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામા આવ્યું છે , આ સાથે ભોજન પ્રસાદ બપોરે ૧૨ કલાકે લેવા ભાવ ભર્યું આમંત્રણ છે .
