
એક આયંબીલ કરવાથી એક હજાર કરોડ વર્ષનું નારકીનું આયુષ્ય તૂટે છે-પૂજય નયશેખર વિજયજી
રિપોર્ટ જીજ્ઞા શેઠ પાટણ
ઉત્તર ગુજરાતની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થેથી માનવતાના મસીહા પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા, પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા એ શાશ્વતી ચૈત્ર માસની નવપદજીની ઓળીના પ્રથમ દિવસે જણાવેલ કે જીનશાસનમાં છ અઠ્ઠાઈઓનું વર્ણન આવે છે તેમાં ત્રણ ચોમાસી, એક પર્યુષણની,એક આસો અને ચૈત્ર માસની બે એમ કુલ છ અઠ્ઠાઈ થઇ છે. તેમાં ચાર અશાશ્વતી અને બે શાશ્વતી આસો અને ચૈત્ર માસની અશાશ્વતી છે. દરેક તીર્થંકરના સમયમાં અને દરેક ઠેકાણે હોય છે. જેટલું પર્યુષણનું મહત્વ છે. તેથી અધિક શાશ્વતી ઓળી નું મહત્વ છે. જે સિદ્ધચક્રજી અને નવપદજી ની આરાધનાથી પ્રસિદ્ધ છે. મોટા મોટા શહેરો થી માંડી નાના ગામડા સુધી નો કોઈ એવો આત્મા નહીં હોય કે નવપદજી નું નામ જાણતો ન હોય. મુનિસુવ્રત તીર્થંકર પરમાત્માના સમયમાં મુનિસુંદરસૂરી મ.સા ની પ્રેરણા પામી શ્રીપાલ અને મયણાએ આ નવપદજી ની આરાધના કરી હતી. આસો સુદ-૭ થી આસો સુદ-૧૫ (પૂનમ) સુધી નવ દિવસ નવ આયંબીલ તપ કરીને આરાધના કરવાની હોય છે.તેવી રીતે ચૈત્ર મહિનામાં આમ નવ દિવસ. નવ ઓળી સાડા ચાર વર્ષે આ તપ પૂર્ણ થાય છે. આજે પહેલો દિવસ અરિહંત પદની આરાધના કરવાની.નવપદમાં સૌથી પ્રથમ અરિહંત પદ નું સ્થાન છે. તેમાં મુખ્ય કારણ તો તેમનું વિશિષ્ટ આત્માદ્રવ્ય.બીજા તમામ પદોનું ઉત્પત્તિ સ્થાન પણ અરિહંતપદ છે.અરિહંત પરમાત્મા મોક્ષ માર્ગના આર્ધ પ્રકાશક હોવાથી વિશ્વ ઉપર એમનો મહાન ઉપકાર છે. “સવિ જીવ કરું શાસન રસી” ની ઉત્કૃષ્ટ ભાવના સહિત પૂર્વ ભવોમાં મોક્ષમાર્ગની એવી સુંદર આરાધના કરે છે કે જેથી ચરમ ભવમાં ત્રણ જ્ઞાન સહિત જન્મે છે. શ્રી અરિહંત દેવોમાં એક મહત્વપૂર્ણ વિશેષતા છે તેઓ મોક્ષમાર્ગના દર્શક છે. તેમ તેઓ સ્વયં મોક્ષમાર્ગ રૂપ પણ છે. પરમાત્માના ઉપકાર તળે આવ્યા સિવાય કોઈપણ જીવ પોતાનું કલ્યાણ સાધી શકતો નથી. અરિહંત પદ પરોપકાર નો ભંડાર છે.અરિહંત દેવ માં રહેલ પરોપકાર ગુણની અનુમોદના કરવાથી પરોપકાર ભાવને વિકાસની ક્રમે વિકાસની ક્રમે તેને પરાકાષ્ઠાએ પહોંચાડવા સમર્થ બની શકે છે.અરિહંત પદનો વર્ણ શ્વેત છે. તેમના ગુણ બાર છે. આ પદની આરાધના કરવાથી પશુભાવ ટળી જાય છે. અને આત્મા દિવ્યતાનાં પંથે વળે છે.આમ અરિહંત દેવ આપણા પરમ ઉપકારી છે.ઉપકારીને ભાવપૂર્વક નામવાથી તેમની ભક્તિ, સેવા ઉપાસના, આરાધના કરવાથી આપણામાં કૃતજ્ઞાતા નામનો ગુણ વિકાસ પામે છે. કે જે કૃતજ્ઞાતા ગુણ મોક્ષમાર્ગની આરાધનાનું મૂળ છે.
