ઉના શહેર તમામ રસ્તા ગલીઓમાં કેસરિયો છવાયો હતો

રિપોર્ટ -અમિત વાકાણી-રાજકોટ
ભારતીય જનતા પાર્ટી ઉના શહૅર તાલુકા યુવા મોરચા દ્વારા આયૉજીત પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠૉડ ના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ ઓઝાની આગૅવાનીમાં અને આજ રોજ તારીખ 8 -4- 2022 અને શુક્રવારના રોજ ઉના શહેરમાં એક ભવ્ય મોટર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ રેલીમાં ઉના શહેર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો શહેર- તાલુકા મોરચાના હોદેદારો સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાયેલા હતા આ રેલીની શરૂઆત ઉના નગરપાલિકા ભવન ખાતે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પ્રતિમાને ફુલહાર કરી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રેલીનો પ્રથમ વિશ્રામ ત્રિકૉણ બાગ ખાતૅ આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ફૂલહાર કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને રેલી ટાવર ચોક થઈ ઉન્નતગર સોસાયટી, વેરાવળ રોડ ,આનંદ વાટીકા ચોક થઈ અને ઓમકાર ચોકમાં થઈ સાજન નગર સોસાયટી થઇ મામલતદાર કચેરી થઈ અને ૮૦ ફૂટના રોડ થી હઝરતશા રોડ પર આવી અને નગરપાલિકા ભવન ખાતે સમાપન થયું હતું આ રેલીમાં ૫૦૦ થી વધુ મોટરસાયકલ જોડાયેલ હતી અને એક હજારથી વધુ કાર્યકરોએ આ રેલીમાં જૉડાયૅલા હતા તૅમજ ગીર સોમનાથ જિલ્લા થી પ્રારંભ થયેલ આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા ઉના શહૅર માં પહૉચતા તૅનુ ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું અનૅ શહીદોની માટીને નૅ વધાવવામાં આવી હતી આજે ઊના શહેરમાં ગલીઍ ગલીએ કૅશરીયૉ માહૉલ છવાયૉ હતૉ અનૅ શહૅરીજનૉ ઍ આ રૅલી તથા યાત્રા નું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જીલ્લા યુવા ભાજપા ના પ્રમુખ હિતેશભાઈ ઓઝા, જીલ્લા ભાજપના મંત્રી રાજુભાઈ ડાભી ઉના શહેર યુવા ભાજપાના પ્રભારી કુણાલ ભાઈ સોલંકી અનુસૂચિત મોરચાના જીલ્લા પ્રમુખ માનસિંહભાઈ વાઘેલા ઉના શહેર યુવા ભાજપા પ્રમુખ વિનોદભાઈ બાંભણીયા,તાલુકા પ્રમુખ સંજયભાઈ બાંભણીયા તથા શહેર પ્રમુખ મિતેશભાઈ શાહ,તાલુકા ભાજપના બાબુભાઈ ચૌહાણ તેમના સાથી મહામંત્રીઑ,તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત,નગરપાલિકા ના સદસ્યશ્રીઓ તથા દરેક ગામના સરપંચશ્રી ઑ તથા યુવા ભાજપાના ના કાર્યકરૉ વિશાળ સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા…
