
રિપોર્ટ : બીના પટેલ
આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ ( બકાભાઇ) કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે આણંદ રેલ્વે સ્ટેશન ના અપગ્રડેશન તથા બ્યુટીફીકેશન સાથે સામરખા ચોકડી પર નવી ડિઝાઇન ના ઓવર બ્રિજ બનવા માટે,નડિયાદ – ભાદરણ રેલ માર્ગ ને બ્રોડગેજ માં બદલવા માટે, તારાપુર સ્ટેશન ના અપગ્રેડેશન તથા બ્યુટીફીકેશન , તારાપુર – અરણેજ – ભાવનગર (૪૫ કી.મી) નવી રેલ્વે લાઈન ની સ્વીકૃતિ, ખંભાત ડેમુ ને અમદાવાદ સુધી વિસ્તરણ, આણંદ ખંભાત વિભાગ ને બમણું કરવા માટે, અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી નું આણંદ જક્શન પર રોકાણ સહિત ના રેલ્વે સંબધિત અન્ય સમસ્યાઓ પર ચર્ચા કરી અને નિવારણ કરવાનો આગ્રહ કર્યો હતો. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ જલ્દી થી આ તમામ કાર્યો પૂર્ણ કરવા નું આશ્વાસન આપ્યું હતું.
