









રિપોર્ટ -અજય ખત્રી -કચ્છ
નખત્રાણા દરિયાશ સ્થાન મંદિર મધ્યે વિશ્વ આરોગ્ય દિન નિમિતે યોજાયેલ મેડિકલ કેમ્પની વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે મુલાકાત લઇ લાભાર્થી તેમજ આયોજક અને તબીબો તેમજ આરોગ્યકર્મીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો તેમજ સૌને પ્રોત્સાહિત કર્યા હતા વિશ્વ સ્વાસ્થ્ય દિન નિમિત્તે શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સૌજન્ય દ્વારા કાર્યરત સેવા ફાઉન્ડેશન તથા અંધજન મંડળ, અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલ ભુજ દ્વારા સંચાલિત નેત્ર સારવાર કેન્દ્ર ખાતે અધ્યક્ષાશ્રી ર્ડો .નીમાબેન આચાર્યે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ -ભુજ , કે સી આર સી .ભુજ અને નખત્રાણા લોહાણા મહાજન આયોજિત આ નિશુલ્ક મેડિકલ કેમ્પ માં અનેક દર્દીઓ એ લાભ લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન કરતા નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજેશભાઈ પલણે આરોગ્યલક્ષી માહિતી આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતી આરોગ્ય સેવાઓથી સૌને માહિતગાર કર્યા હતા ઉપસ્થિત વિધાનસભા અધ્યક્ષ ડૉ નીમાબેન આચાર્ય અને નખત્રાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતિ સંધ્યાબેન પલણ, નખત્રાણા લોહાણા મહાજન ના રાજેશભાઈ પલણ ,નીતિનભાઈ ઠકકર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધિવત ખુલો મુકાયો હતો . આ કેમ્પને સફળ બનાવવા , કે સી આર સી અંધજન મંડળ ભુજ નાં ધવલ પ્રજાપતિ શુભમ રાવત સીતાબેન રબારી એ જહેમત ઉઠાવી હતી શ્રીમતી ડો નીમાબેન આચાર્યનું લોહાણા મહિલા મંડળ તથા લોહાણા મહાનાજ દ્વારા સન્માન કરાયું હતું . સમાજ નવનિર્માણ ટ્રસ્ટ કચ્છ -મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના નેજા હેઠ્ળ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, અનાજ વિતરણ ઉપરાંત સાર્વજનિક કુમાર કન્યા છાત્રાલયનું પણ સંચાલન કરે છે. આ પ્રસંગે લોહાણા મહાનાજ ના ઉપપ્રમુખ શ્રી વિસનજીભાઈ પલણ ,પ્રાગજીભાઈ અનામ , અમૃતલાલ ગણાત્રા , અરવિંદભાઈ ઘેરાઈ રમેશભાઈ જોશી, અનિલ ભાઈ જોબનપુત્રા ,લોહાણા મહિલા મંડળના ભનુબેન આથી, મીતાબેન ઠક્કર , સોનુબેન પલણ , અલ્પાબેન કોઠારી સહીત આગેવાનો જોડાયા હતા . કાર્યક્રમનું સંચાલન મહામંત્રી શ્રી નીતિન ભાઈ એલ ઠક્કરે કર્યું હતું .જયારે આભાર વિધિ યુવા અગ્રણી શિવભાઈ પલણે કરી હતી
