સરકાર અરજ્દારના આંગણે આવી સહાય કરે છે- નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર

ભુજ ટાઉનહોલ ખાતે શહેરી સેવા સેતુ કાર્યક્રમનો આઠમો તબક્કો યોજાયો હતો. ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જે પૈકી આજે એકથી ત્રણ વોર્ડના  નાગરિકો માટે સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારને લાભ મળશે. સરકારની નેમ છે કે  અરજદારને આંગણે આવી કચેરીઓ વિવિધ સેવાઓ પૂરી પાડશે. જેથી લાભાર્થીના સમય અને નાણાંનો બચાવ થાય .આ તકે તેમણે ઉપસ્થિત સૌ કર્મયોગીઓને પણ સેવાસેતુમાં સેવા આપવા માટે અભિનંદન આપ્યા હતા.   આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા કાસમભાઈ સમા, અરવિંદસિંહ જાડેજા, જાડેજા કિશોરસિંહ,પુરવઠા નાયબ મામલતદારશ્રી જે.ડી.દરજી અને  જે .એન. યાદવ તેમજ આઈસીડીએસ શાખા, ડ્રેનેજશાખા,પીએમએવાય ,આરોગ્ય શાખા, જિલ્લા સમાજ કલ્યાણ તેમજ ભુજ નગરપાલિકાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM