









- – પશુબલી કરનારાઓની કાયમી બંધની જાહેરાત. બોકળાઓને પાંજરાપોળ મોકલી આપ્યા.
- – ભુવા સહિત માનતા રાખવાવાળા સામે અટકાયતી પગલા.
- – માતાજીના મઢમાં ઈગ્લિશ દારૂની બોટલ મળી આવી.
- – ભુવાએ કીધું એક તલવારથી બોકળાની બલી ચડાવવાના હતા.
- – માંડવામાં નાસભાગ, દાણાની મંજુરી ન આવતા પશુબલી અટકી.
- – ગામના આગેવાનો પશુબલી કરનારાની મદદે આવી ગયા.
- – અમદાવાદ એસ.પી. આઈ.જી.પી. ધોલેરા પોલીસ સ્ટેશનની પ્નશંસનીય કામગીરી.
- – વિજ્ઞાન જાથાનો ૧ર૦૩ મો સફળ પર્દાફાશ.
દુનિયાભરનો માનવી ર૧ મી સદીમાં વિહાર કરી વિજ્ઞાન–ટેકનોલોજીનો ભરપુર લાભ ઉઠાવે ત્યારે ભારતમાં આજે પણ માનતાના નામે નિર્દોષ પશુ–પક્ષીની હત્યા કરવામાં આવે છે તેથી જાગૃતો ચિંતિત છે. અમદાવાદ જિલ્લાના ધોલેરા ગામમાં પ બોકળાની પશુબલી પોલીસ કર્મીઓની મદદથી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ૧ર૦૩ મો સફળ પર્દાફાશ કર્યો હતો. માતાજીના મઢમાં એક ઈગ્લિશ દારૂની બોટલ મળી આવી હતી. માતાજીએ દાણાની મંજુરીમાં મોડું કરતા પ પશુઓ જીવીત રહ્યા હતા. પશુબલી કરનારાઓએ કાયમી બંધની જાહેરાત કરતાં મામલો થાળે પડયો હતો. સંકટ સમયે માતાજીએ મદદ ન કરતા અફસોસ વ્યક્ કરતા હતા.
બનાવની વિગત પ્નમાણે વિજ્ઞાન જાથાના કાર્યાલયે જીવદયા પ્નેમીએ માહિતી આપી હતી તેમાં ધોલેરા ગામના વાલ્મીકી વાસમાં માનતાના નામે પશુબલી થવાની છે તેમાં નવદંપતીના લગ્ન, પુત્ર પ્નાપ્તિના કારણોસર પશુબલીની માનતા રાખવામાં આવી છે. કાનાભાઈ મંગાભાઈ પરમાર (પઢીયાર) તેનો પરિવાર, સગા–સંબંધીઓ હાજરીમાં પ બોકળાનો વધ કરવાના છે. તેમાં અલ્પેશ વિનુભાઈ પરમાર (ભુવાજી), દિપક પરમાર, ચંદુભાઈ ઝાપડીયા સહિત પાંચ નામો ભુવા–માનતા રાખવાવાળાના નામો આપવામાં આવ્યા હતા. માંડવો શણગારવામાં આવ્યો છે, ડાક વગાડવાવાળા, માતાજીના મઢમાં એક પછી એક બોકળાની મંજુરી મળતા તલવારથી ધડ અલગ કરવાના છે. રાત્રિના બે થી ત્રણ વચ્ચે પશુબલી થવાની છે. નિર્દોષ પશુની હત્યા અટકે તે સંબંધી માહિતી આપવામાં આવી હતી. કાનાભાઈ મંગાભાઈ પઢીયાર ધોલેરા પોલીસ સ્ટેશનમાં સફાઈનું કામ કરે છે તેથી તકેદારી રાખી ખાનગી માહિતી ગુપ્ત રાખી પશુબલી અટકાવવાની તે સંબંધી વાત મુકવામાં આવી હતી. વર્તમાન સમયને અનુસરીને નિર્દોષ પશુની માનતાના નામે હત્યા થવી ન જોઈએ તેવી હકિકત મુકી હતી. અમારા સમાજમાંથી કાયમી પશુબલી બંધ થઈ જાય તે માટે જાથાની મદદ માંગી હતી. ભુવાઓ, કાપવાવાળા, ડાક વગાડવાવાળાના નામો આપ્યા હતા.
જાથાના ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ માહિતીની ખરાઈ કરવા માટે સ્થાનિક સદસ્યની મદદ મેળવી પશુબલી થવાની છે. હાજરમાં પ બોકળા માતાજીના મઢ પાસે બાંધીને રાખવામાં આવ્યા છે. માંડવો, શણગાર વિગેરે ગતિવિધિથી વાકેફ કરી સત્યતા સંબંધી વાત મુકી હતી. અમદાવાદ, બાવળા, રાણપુર, ધંધુકા, ધોલેરા, જિલ્લાના સગા–સંબંધી મોડી રાત સુધીમાં આવી જશે તેથી પુરતો પોલીસ બંદોબસ્ત રાખવા જાથાને હકિકત મુકી હતી.
જાથાના જયંત પંડયાએ પશુબલી અટકાવવા માટે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ, આઈ.જી.પી., એસ.પી. રૂરલ અમદાવાદને ફેકસ મુકી પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગણી કરી હતી. સરકારી તંત્રે હકારાત્મક વલણ રાખી ધોલેરા પોલીસ સ્ટેશનને સુચના પાઠવી દીધી હતી. જાથા માટે પુરતો પોલીસ સ્ટાફ ફાળવી દીધો હતો.
જાથાના પંડયાના વડપણ હેઠળ મનસુખભાઈ ખેતાભાઈ, વાસણાના નરેશ ગલાભાઈ, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, રામભાઈ વિરાભાઈ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, કાર્યકરો રાત્રીના દોઢ કલાકે ધોલેરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા.
ધોલેરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી. એન. ગોહિલે જાથાના બંદોબસ્ત માટે કલ્પેશ ચૌધરી એ.એસ.આઈ., કિરણસિંહ એ.એસ.આઈ., મંજુબેન પાંચાભાઈ હેડ કોન્સ્ટે., મહેશભાઈ છાબરીયા પો. કોન્સ્ટે., વિરપાલસિંહ ચુડાસમા પો.કોન્સ્ટે., ધર્મેન્દ્રસિંહ સરવૈયા પો.કોન્સ્ટે. સહિત પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો હતો.
ધોલેરામાં વાલ્મીકી વાસમાં પશુબલીના માંડવામાં જાથાની ટીમ અને પોલીસ સ્ટાફ ત્રાટકતા રીતસર નાસભાગ મચી ગઈ હતી. પરિવારના અમુક લોકો રાત્રીના જ પોતાના ઘરે રવાના થતા નજરે પડતા હતા. માતાજીના મઢમાં પશુબલીની મંજુરીના દાણા ભુવો નાખતો હતો પરંતુ માતાજીની મંજુરી મળી ન હતી. માતાજીના મઢમાં જાથાના જયંત પંડયાએ પોતાનો પરિચય આપી પશુબલી અટકાવવા આવ્યા છીએ. માનતા રાખવાવાળા, ભુવાઓની નામાવલી જાહેર કરી દીધી. કાનાભાઈ પરમાર અને માનતા રાખવાવાળા અવાચક બની ગયા. ગાત્રો કામ કરતા બંધ થઈ ગયા. ભુવાએ માતાજીને યાદ કર્યા પરંતુ ખરે સમયે માતાજીએ મદદ કરી ન હતી. ભુવો અફસોસ વ્યક્ કરતો હતો. માતાજીના મઢમાં બોકળાને કાપવાની ધારદાર તલવાર, વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી.
જાથાના પંડયાએ પશુબલીમાં માતાજી નિર્દોષ પશુની હત્યામાં કદી રાજી ન હોય, કુપ્નથા બંધ કરવા સમજ આપી હતી. પશુબલી કરનારાઓ ગંભીર પરિસ્થિતિ પામી કાયમી બંધ કરીશું. હવે પછી કયારેય આ પ્નકારની માનતા કરવામાં નહિ આવે. એકવાર માફ કરવા જાથાને આજીજી કરવા લાગ્યા હતા.
જાથાના પંડયા સમક્ષ પશુબલી કરનારા અને તેના પરિવારોએ અહિંયા જ સમજી લઈએ, રસ્તો કાઢો, પોલીસ સ્ટેશને આવવું નથી તેવી હકિકત મુકી હતી. જાથા ઉપર સ્થાનિક આગેવાનો, મોબાઈલ ઉપર ભલામણનો ધોધ શરૂ થઈ ગયો હતો. પાંચ બોકળા પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં સહયોગની વાત કરી હતી.
ધોલેરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. કિરણસિંહ, પોલીસ સ્ટાફે ભુવા સહિત ત્રણની અટકાયતી પગલા સંબંધી પરિવારોને જાણકારી આપી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. જાથાની ટીમ, પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશને પહોંચતા ભલામણ કરવાવાળા દોડી આવ્યા હતા. કાયમી પશુબલી બંધની ખાત્રી આપતા આગળની કાર્યવાહી કરશો નહિ તેવી વાત મુકી હતી. કાનાભાઈ પઢિયાર પોલીસ સ્ટેશનની સફાઈ કરે છે.
ધોલેરા પોલીસ સ્ટેશન શુક્રવારની મધ્ય રાત્રિથી સવાર સુધી લોકોની અવર–જવરથી ધમધમતું રહ્યું હતું. પોલીસે કાનાભાઈ મંગાભાઈ, અલ્પેશ વિનુભાઈ પરમાર, દિપક પરમાર, ચંદુભાઈ ઝાપડીયા સામે અટકાયતી પગલા લીધા હતા. પઢિયાર કાનાભાઈએ કાયમી પશુબલી બંધની જાહેરાત કરી માફી માંગી લેતા મામલો થાળે પડયો હતો. જાથાના પંડયાએ પોલીસ સ્ટેશનમાં જવાબ સંબંધી કાર્યવાહી પુરી કરી હતી. જાથાએ ૧ર૦૩ મો સફળ પર્દાફાશ કર્યો હતો.
જાથાએ પશુબલી અટકાવવા માટે દેશભરમાં અભિયાન આદર્યું છે, તેના ભાગરૂપે ધોલેરામાં પશુબલી અટકાવી હતી. જાથાની તટસ્થતાના કારણે બહુધા સમાજ જાથાના વિચાર સાથે સંમત હોય છે.
જાથાએ અમદાવાદ રૂરલ એસ.પી., આઈ.જી.પી. અને પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો. પશુબલી અટકાવવામાં મદદરૂપ થનારાની યાદી ડી.જી.પી. ને ફેકસથી સંદેશો મોકલ્યો હતો.
જાથાના મનસુખભાઈ મૂર્તિકાર, રોમિત રાજદેવ, વાસણાના નરેશ પરમાર, અંકલેશ ગોહિલ, રામભાઈ બકોત્રા, ભાનુબેન ગોહિલ, ભક્બિેન રાજગોરે ઉત્કૃષ્ઠ કામગીરી કરી પર્દાફાશમાં મદદરૂપ થયા હતા.
ધોલેરા પો. સ્ટેશનના પી.એસ.ઓ. કલ્પેશભાઈ સોલંકી, કિરણસિંહ એ.એસ.આઈ., મંજુબેન પાંચાભાઈ હેડ કોન્સ્ટે., મહેશભાઈ છાબરીયા પો. કોન્સ્ટે., વિરપાલસિંહ ચુડાસમા પો. કોન્સ્ટે., ધર્મેન્દ્રસિંહ સરવૈયા પો. કોન્સ્ટે. ઉપરાંત પોલીસ કર્મીઓ, હોમગાર્ડના જવાનોએ જાથાને સહયોગ આપ્યો હતો.
રાજયમાં પશુબલીની સાચી માહિતી મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર કરવા યાદીમાં જણાવાયું છે.
