વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

ગુજરાત રાજ્ય માં સામાજિક ન્યાય પખવાડિયા ની ઉજવણી ના ભાગરૂપે નલ સે જલ યોજના સંદર્ભે મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી દ્વારા વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ.

ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લા મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે ગરીબ,કિસાન,મહિલાઓના ઉત્થાન માટે અનેકવિધ યોજાનાઓ બનાવી છે તે દરેક યોજના જન-જન સુઘી પહોંચે તે માટે 7 એપ્રિલથી 20 એપ્રિલ દરમ્યાન ગુજરાત રાજયમાં સામાજીક ન્યાય પખવાડીયું જીલ્લા-મહાનગર અને મંડલ સ્તરે યોજાશે, જે અંતર્ગત
તારીખ 9 એપ્રિલના રોજ હર ઘર નલ સે જલ યોજના હેઠળ નળ પૂજન કાર્યક્રમ જેમાં પક્ષીઓ માટે પીવાનું પાણી રાખવા માટે માટીના નાના વાટકા ભેટ આપવા અને નલ પૂજનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજયનામંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી.વ્યાપાર સેલના પ્રદેશ કન્વીનરશ્રી વિજયભાઇ પુરોહિત ઇન્ચાર્જ રહેશે, જે સંદર્ભે માનનીય મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી જી ના અધ્યક્ષ સ્થાને તેમજ વલસાડ જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજી ની આગેવની હેઠળ પત્રકાર પરિષદ નું આયોજન વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું આ તબક્કે મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ જણાવાયું હતું કે, *જલ જીવન મિશન”. “હર ઘર જલ યોજના

• ભારત સરકાર દ્વારા દેશના તમામ નાગરિકને વર્ષ ૨૦૨૪ સુધીમાં ઘરે-ઘરે શુધ્ધ પાણી ઉપલબ્ધ થાય તે માટે માનનીય વડાપ્રધાનશ્રીએ “હર ઘર જલ” યોજના જાહેર કરેલ છે અને જલ જીવન મિશન હેઠળ નલ સે જલ” કાર્યક્રમની વર્ષ ૨૦૧૯-૨૦ થી શરૂઆત કરવામાં આવી છે, જેના થકી આગામી પાંચ વર્ષમાં દેશના દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી પુરૂં પાડવામાં આવશે. રાજ્ય સરકારે આ લક્ષ્યાંક વર્ષ ૨૦૨૨ સુધીમાં પુર્ણ કરવાનો નિર્ધાર કરેલ છે.

• રાજયના ૧૬ જીલ્લાઓ અનુક્રમે પોરબંદર, બોટાદ, ગાંધીનગર, મહેસાણા, ગીર સોમનાથ, જુનાગઢ, ડાંગ, આંણદ, પાટણ, કચ્છ, વડોદરા, મોરબી, ભાવનગર, ખેડા, જામનગર અને રાજકોટ જીલ્લાઓને ૧૦૦ ટકા “ હર ઘર જલ” તરીકે જાહેર કરવામાં આવેલ છે.

• રાજ્યમાં ૧૫૦ તાલુકા અને ૧૫૪૩૮ ગામો ૧૦૦% * હર ઘર જલ” તરીકે જાહેર કરવામાં આવેલ છે.

રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૯૧,૭૭ લાખ ઘરો છે જે પૈકી ૮૬.૭૫ લાખ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહેલ છે, એટલે કે ૯૪.૫૩ ટકા સિધ્ધી થયેલ છે.

  • જળ જીવન મિશનની જાહેરાત પહેલા ગુજરાતમાં દર વર્ષે એક થી દોઢ લાખ ઘરો નળથી જોડતા હતા. વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૦.૯૪ લાખ જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં ૯.૫૭ લાખ ઘરોને નળ જોડાણ પુર્ણ કરેલ છે અને બાકી રહેતા ૫.૦૨ લાખ ઘરો સપ્ટેમ્બર ૨૦૨૨ પહેલા પુર્ણ કરવાનું આયોજન છે.
  • વર્ષ ૨૦૧૮-૧૯માં કેન્દ્ર સરકારથી રૂ. ૨૨૨ કરોડની ગ્રાન્ટ પાણી પુરવઠા વિભાગ મળેલ હતી, જે ૨૦૧૯-૨૦માં વધીને રૂ. ૩૯૦ કરોડ, ૨૦૨૦-૨૧માં રૂ. ૯૮૩ કરોડ અને
    ૨૦૨૧-૨૨માં ૩, ૨૫૫૭ કરોડની ગ્રાન્ટ રાજ્યમાં પીવાના પાણીના માળખાને સુદ્ધ કરવા માટે મળેલ છે.

. આદિજાતિ વિસ્તારો માટે બલ્ક લાઇન મારફતે સરફેસ સોર્સ ઉભા કરવા માટે રૂ. ૧૫૪૧ કરોડની ૧૪૩૦ ગામોને આવરી લેતી ૫ બલ્કપાઇપ યોજના મંજુર કરેલ છે. જે અંતર્ગત (૧) વડોદરા જીલ્લાના વડોદરા, કરજણ અને શિનોર તાલુકાઓ માટેની વડોદરા બ્રાન્ચ કેનાલ આધારિત યોજનાના કામો પ્રગતિ હેઠળ છે, (૨) દાહોદ જીલ્લાના ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, સંજેલી, સીગવડ, લીમખેડા અને દાહોદ અને મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકા માટેની કડાણા બલ્ક પાઇપલાઇન યોજના પાંચ પેકેજ પૈકી ૪ પેકેજના કામો પ્રગતિ હેઠળ છે અને ૧ યોજના ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, (૩) છોટાઉદેપુર જીલ્લાના બોડેલી, પાવીજેતપુર, તથા છોટાઉદેપુર તાલુકા અને પંચમહાલ જીલ્લાના ઘોઘંબા, ગોઘરા અને દાહોદ જીલ્લાના દેવગઢબારીયા તાલુકા માટેની બલ્ક પાઇપલાઇના ત્રણ પેકેજ પ્રગતિ હેઠળ છે, (૪) વલસાડ જીલ્લાના ધરમપુર, વલસાડ અને પારડી તાલુકા અને નવસારી જીલ્લાના ચીહલી, ખેરગામ, ગણદેવી અને વાસદા તાલુકા માટેની દમણગંગા બલ્ક પાઇપલાઇન યોજના તેમજ (૫) સુરત જીલ્લાના બારડોલી, માંડવી, પલસાણા તાલુકા અને નવસારી જીલ્લાના નવસારી, લજલાલપુર અને ગણદેવી તાલુકાની બલ્ક પાઇપલાઇન યોજનાના કામો પ્રગતિ હેઠળ છે.

• રાજ્ય સરકાર દ્વારા ૭૩૬૯ ફળિયાઓને મુખ્ય ગામ સાથે જોડવાની માટેની રૂ. ૧૨૨૮.૭૮ કરોડની ફળિયા જોડાણની યોજનાઓ મંજુર કરેલ છે. જે અંતર્ગત ૪૪પર ફળિયાઓની યોજનાના કામો પ્રગતિ હેઠળ છે. તેમજ ૨૪૨૯ ફળિયાઓના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.

આદિજાતિ વિસ્તારમાં ૪૮૯૮ ગામ/ફળીયાને આવરી લેતી અંદાજિત કિંમત રૂ. ૪૯૨૩,૩૪ કરોડની ૮૩ યોજનાના કામો પ્રગતિ હેઠળ છે તેમજ ૧૭૨૯ ગામ/ફળીયાને આવરી લેતી અંદાજિત કિંમત રૂ. ૧૭૨૯.૯૬ કરોડની ૪૦ યોજનાના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.

આદીજાતી ના અમુક વિસ્તારમાં બલ્ક લાઇનના કામો હાથ ઉપર લીધા છે, પરંતુ હાલ ટુંકા ગાળાની વ્યવસ્થાના ભાગ રુપે સ્થાનિક સોર્સ – ભુગર્ભ જળ આધારીત સ્ત્રોતો ઊભા કરી ૧૮૭૪ બોર, પપર કુવાઓ અને ૬૯૬ મીની યોજના દ્વારા દાહોદ, સાબરકાઠા, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી અને વલસાડ જેવા જીલ્લાઓમાં હર ઘર જલ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં પુર્ણ કરવા રાજ્ય સરકાર કૃતનિશ્વયી છે, પત્રકાર પરિષદમાં વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રીશ્રી શીલપેશભાઈ દેસાઈ,શ્રી કમલેશભાઈ પટેલ,જીલ્લા ઉપપ્રમુખશ્રી જીતેશભાઈ પટેલ,કોષાઅધ્યક્ષ શ્રી રાજેશભાઇ ભાનુશાલી,પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રીશ્રી ઈલિયાસ મલેક, નલ સે જલ યોજના ના જીલ્લા ઇન્ચાર્જ શ્રી હિતેશભાઈ ભંડારી હાજર રહયસ હતા…

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM