સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની વંદના કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે સરદાર પટેલની વંદના પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. તદ્દઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ નિહાળવા ઉપરાંત ફિલ્મ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડશ્રી કલાબેન તડવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તકનીકી જાણકારી સંસ્કૃતમાં પુરી પાડી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર મુલાકાતીઓ- પ્રવાસીઓ સરદાર સાહેબની પ્રતિમા નિહાળી ખૂબ જ અભિભૂત થાય છે. અહીં પ્રવાસીઓ માટે ખૂબ જ સુંદર પ્રકારની સગવડો ઉભી કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન તેમની સાથે મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી શ્રી રવિ શંકર પણ જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *