
પ્રાંતિજ તાલુકાના તખતગઢ ખાતેથી આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્ર્મનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર

રાજ્ય સરકાર સહિત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ છેવાડાના માનવીને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેવા પ્રયાસો રહ્યા છે: મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર


જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “સરકાર પ્રજાના દ્વારે” એ અભીગમ સાથે સેવાસેતુ કાર્યક્ર્મોનું સુદ્રઢ આયોજન હાથ ધરાયું છે




રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ખાતેથી આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્ર્મનો પ્રારંભ કરાવતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરીયાત મંદ સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તેવા ઉમદા હેતું થી સમગ્ર રાજ્યમાં આઠમાં તબક્કાના સેવાસેતુંના કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સાબરકાંઠા જિલ્લાના વિવિધ સ્થળોએ આઠમાં તબક્કાના સેવાસેતુનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહત્તમ લોકો સરકારશ્રીની કુલ ૫૬ જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે લઇ શકે તે આશયથી સેવાસેતુના કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લામાં અગાવ પણ સેવાસેતુને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યા છે. રાજ્ય સરકાર સહિત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ છેવાડાના માનવીને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેવો પ્રયાસો રહ્યા છે. આયુષમાન કાર્ડ, આવકના દાખલા,૭-૧૨,૮-અ,ગંગાસ્વરૂપ યોજના, આરોગ્યની PM JAY જેવી વિવિધ 56 જેટલી સેવાઓ લોકોને સ્થળ પર જ મળી રહે અને “સરકાર પ્રજાના દ્વારે” એવી લોકોને પ્રતિતિ થાય એવો સરકારશ્રીનો આશય છે. આ સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં મહાનુભવોની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્ર્મો યોજાયા જેમાં વિજયનગર આંતરસૂબા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ,હિંમતનગરના અડપોદરા ખાતે ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઇડર નગરપાલિકા અને કમાલપુર ખાતે કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્ર્મો યોજાયા હતા. તમામ સેવાસેતુના કાર્યક્રમોમાં આંગણવાડી બહેનો દ્વારા પૌષ્ટીક વાનગી નિદર્શન કરવામાં આવી તેમજ આરોગ્ય કેમ્પોનુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌ લાભાર્થીઓને વિવિધ યોજનાના સહાય પત્રો અને પ્રમાણપત્રો ઉપસ્થિત મહાનુંભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ યોજનાના સંબંધિત અધિકારીશ્રીઓ, ગ્રામજનો, સરપંચશ્રીઓ તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસસ્થિત રહ્યા હતા.

