મોરબીમાં મેડીકલ કોલેજ રદ નથી થઈ પણ પ્રકાર બદલાયો છે – શ્રી બ્રિજેશ મરેજા

રિપોર્ટ -મહેશ સિંધવ -મોરબી

મોરબી ખાતે ગુજરાત સરકાર અને કેંદ્ર સરકારના પુખ્ત વિચારણાના અંતે જી.એમ.ઈ. આર.એસ. હેઠળ ગ્રીન ફિલ્ડ પ્રકારની મેડિકલ કોલેજ મંજુર કરવામાં હતી તેમા ફેરફાર કરી બ્રાઉન ફિલ્ડમાં મેડીકલ કોલેજ ફેરવવામા આવી છે.
મોરબીને અધ્યતન સુવિધા સાથે મેડિકલ કોલેજ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના મેડિકલ કાઉન્સિલના ધારા ધોરણ મુજબ મોરબીને બ્રાઉન ફિલ્ડ હેઠળ મેડીકલ કોલેજ મળનાર છે. અને તે અંગેની જાહેરાત પણ આવી ગઈ છે. એટલું જ નહી મોરબીને મળનાર મેડીકલ કોલેજ અધ્યતન હશે તેમજ મોરબીમા પણ અન્ય જિલ્લાની જેમ બ્રાઉન ફિલ્ડ હેઠળની મેડિકલ કોલેજ ટૂંક સમયમાં કાર્યરત પણ થશે.
મોરબીની પ્રજાના હીતમા આટલી સ્પષ્ટતા મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ કરી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *