લેખંબા ખાતે રામકૃષ્ણ મઠ અમદાવાદની નવસંપાદિત જમીનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું

તારીખ ૦૯.૦૪.૨૦૨૨ , શનિવારના શુભ દિવસે પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજ , ઉપાધ્યક્ષ , સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન , બેલુર મઠ ના વરદ હસ્તે લેખંબા ગામ ( તાલુકા સાણંદ , જિલ્લા અમદાવાદ ) ખાતે રામકૃષ્ણ મઠ, અમદાવાદની નવસંપાદિત જમીનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષ પૂજન, ભજન કીર્તન, પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંતો મહંતો, કિરીટસિંહ રાણા – વન મંત્રી, કનુભાઈ પટેલ – સાણંદ ધારાસભ્ય, અરવિંદસિંહ વાઘેલા – તાલુકા પંચાયત પ્રમુખ, સ્નેહલબેન શાહ – નગરપાલિકા પ્રમુખ,ખેંગારભાઈ સોલંકી – એપીએમસી ચેરમેન સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM