મોરબીના પૂર્વ ધારાસભ્યએ માર્ગ મકાન વિભાગના અધીકારીઓ ને કડક સૂચના

રિપોર્ટ -મહેશ સિંધવ -મોરબી

મોરબીમાં જેતપર રોડ મુદ્દે આજે પૂર્વ ધારાસભ્ય એ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી જલ્દી કામ શરૂ કરવા તાકીદ કરી હતી આજે મોરબીના સર્કિટ હાઉસ ખાતે માર્ગ મકાન વિભાગના ચીફ એન્જીનીયર પટેલિયા એ મોરબી ના લાગત અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં આરટીઓ પાસે પુલ બનાવવાની કામગીરી ચોમાસા પહેલા પુરી કરવા બાબત સૂચન આપ્યા હતા આ મિટિંગ દરમ્યાન પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચી ગયા હતા અને ગોકળગાય ગતિ એ ચાલતી કામગીરી પ્રજા હિત માં ઝડપી કરવા તાકીદ કરી હતી તો લાંબા સમયથી માત્ર સરકારી પ્રક્રિયાઓ માં અટવાયેલા જેતપર રોડનું કામ જલ્દી શરૂ કરવા જણાવી અધિકારીઓને ધીમા કામ ની ફરિયાદ કરી હતી પીપળી જેતપર રોડ ની સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી લોકોને પડતી હાલાકી માટે અધિકારીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો અચાનક મિટિંગ માં પૂર્વ ધારાસભ્ય પહોંચી જતા અધિકારીઓ પણ અચંબિત થઈ ગયા હતા જોકે કાંતિલાલ અમૃતિયા એ ધીમી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા થોડીવાર અધિકારીઓ માં સોપો પડી ગયો હતો ચીફ એન્જીનીયર પટેલિયા એ મિટિંગ દરમ્યાન ટંકારા ઓવરબ્રિજ , મોરબી બાયપાસ અને નવલખી ફાટક પર ના ઓવરબીજ ના કામ ની પણ સમીક્ષા કરી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *