નવી શિક્ષણ નીતિમાં ખેલકૂદને શિક્ષણનો ભાગ બનાવાયો છે -વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી

વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રાજ્યની એકમાત્ર સરકારી કચ્છની કાનજી રતનશી પ્રાથમિક શાળા વાંકી પસંદ કરાઈ

     રાજ્યની શાળાઓનું એક જ સ્થળે મોનીટરીંગ અને શાળાકીય શિક્ષણની કાયાપલટના  આશયથી પ્રારંભ રાજ્યનું પ્રથમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ એટલે ગાંધીનગર ખાતે સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જ્યાંથી આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ નેશનલ ડિજિટલ આર્કિટેક્ચર ફ્રેમ વર્ક પર આધારિત અત્યાધુનિક ટેક્નોલોજી અને ડેટા સંચાલિત કેન્દ્ર એવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાની વાંકી પ્રા શાળાના વિદ્યાર્થી, વાલી, શિક્ષકો સાથે સીધો શિક્ષણ સંવાદ કર્યો હતો॰ કચ્છડો  બારે માસ કહી કચ્છીઓને આવકરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)નાં સભ્યશ્રી કલ્પનાબેન રાઠોડને કોરોના સમયમાં શિક્ષણની નવી વ્યવસ્થા ઓનલાઇન અભ્યાસ અંગે પૃચ્છા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાનશ્રીએ ધોરણ ૮ની વિધ્યાર્થિની પૂજાબા જાડેજા સાથે સંવાદ કરતાં શાળામાં ભાષાનાં માધ્યમ અંગે માહિતી મેળવી હતી. તેમજ ગણિત વિષયના અભ્યાસ અંગે વાત કરી હતી.

        આ ઉપરાંત શાળાના આચાર્યશ્રી નારણભાઇ ગોયલ સાથે કોરોના કાળમાં અભ્યાસ અંગે પૃચ્છા કરી હતી. અને ઓનલાઇન અભ્યાસ અંગે માહિતી મેળવી હતી. તેમજ ખેલકૂદ માટે પૂછતા   આચાર્યશ્રી  જણાવ્યું કે  દર શુક્રવારે સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી દરેક વિધ્યાર્થીને રમતો રમાડાય છે. તેમજ વડાપ્રધાનશ્રી જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં ખેલકૂદને શિક્ષણનો ભાગ બનાવાયો છ.

       શિક્ષણ વિભાગના આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં સરકારી અને ખાનગી થઈ પંચાવન હજાર શાળાઓનું મોનિટરિંગ કરાય છે જેમાંથી ૧.૨ કરોડ વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમસ  માં સુધારો અને ચાર લાખ શિક્ષકોનું  હેન્ડ હોલ્ડિંગ  કરવામાં આવે છે .

      ઉલ્લેખનીય છે કે વાંકીપ્રાથમિક શાળા સહિત વડાપ્રધાનશ્રી  નરેન્દ્ર ભાઈ મોદી એ બનાસકાંઠા અને તાપી જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રેસિડેન્શિયલ સ્કુલના ધોરણ છથી બારના વિદ્યાર્થી વાલીઓ શિક્ષકો સાથે પણ સંવાદ કર્યો હતો .

        આ અંગે વિગતો આપતા વડાપ્રધાનશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતના પ્રથમ એવા શિક્ષણનું લાઇવ મોનીટરીંગ કરી શકાય એવા ગાંધીનગર ના કમાંડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરથી ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા નાવીન્ય પ્રયોગોની સમીક્ષા, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વગેરે બાબતો થી સૌ અવગત થાય અને ટેકનોલોજી સાથે ઑફલાઈન શિક્ષણ પણ ભણે.

         આ કાર્યક્રમમાં મુન્દ્રા માંડવી ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જયાબેન પટેલ, જીલ્લા કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ગઢવી, વાંકી   ગામના સરપંચશ્રી ભરતસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાણીબેન ચાવડા, વાંકીના વતની મુંબઈ  એસટી બોર્ડના નિયામકશ્રી રવાભાઈ આહિર, એડવોકેટ અગ્રણી વિશ્રામભાઈ ગઢવી, કલેક્ટરશ્રી પ્રવીણા ડી.કે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી  ભવ્ય વર્મા, શ્રી નીરજભાઈ, નાયબ નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર એસ.પી. ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.પી પ્રજાપતિ, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીલેશ રાજગોર, ગાંધીનગરથી વહીવટી  હેડ,  પીઆઇ હાર્દિક ત્રિવેદી , આચાર્યશ્રી નારાયણભાઈ ગોયલ,એસએમસીના સભ્યો ,વાલીઓ ,અગ્રણી ગ્રામજનો તેમજ સીઆરસી શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જીવંત પ્રસારણ ઉત્સાહભેર જોડાયા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM