આહવા ડુંગરીફળિયા ખાતે મા મોગલ સખી મંડળની રચના કરવામાં આવી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સામાજીક ન્યાય પખવાડિયા ઉજવણી કાર્યક્રમના ઉપક્રમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી ની પ્રેરણાથી અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના આહવાનથી મહિલા સશક્તિકરણથી મહિલાઓ આત્મનિર્ભર થાય તે હેતુથી આહવા ડુંગરીફળિયા ખાતે મા મોગલ સખી મંડળની આજરોજ રચના કરવામાં આવી,જૂથમાં 10 બહેનો વ્યક્તિગત બચત કરી પોતાનું ભંડોળ ભેગું કરશે , જેથી સરકાર દ્વારા રીવોલીગ ફંડ, બેંક લોન મારફતે જૂથને નાણાંકિય સહાય પૂરી પાડવામાં આવશે ,જેથી મહિલાઓ આર્થિક પ્રવૃત્તિ કરી આત્મનિર્ભર બનાવવાનો મોદી સાહેબના સંકલ્પ સાકાર થશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *