મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત મોરેશિયસના પ્રધાન મંત્રી શ્રી પ્રવિન્દ કુમાર જગન્નાથ એ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં લીધી હતી

મહાત્મા મંદિરમાં આયોજિત આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદઘાટન અવસરે સહભાગી થયેલા મોરેશિયસના પ્રધાનમંત્રી ઉદઘાટન સમારોહ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળ્યા હતા અને આયુર્વેદ સહિતની પ્રાચિન ઉપચાર પદ્ધતિમાં ગુજરાતના યોગદાન અંગે વિચાર વિમર્શ પણ કર્યો હતો.મોરેશિયસ દ્વારા ગિફટ સટીમાં રોકાણો અંગે પણ આ બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મોરેશિયસના વડાપ્રધાનશ્રીને સરદાર સાહેબની વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું. મોરેશિયસના પ્રધાનમંત્રીશ્રીએ પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પોતાના દેશ-મોરેશિયસના પ્રવાસે આવવાનું હાર્દિક નિમંત્રણ આપ્યું હતું મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો રાજીવ કુમાર ગુપ્તા તેમજ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી વગેરે આ સૌજન્ય મુલાકાત  બેઠકમાં જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *