વિવિધ ૧૬ સ્ટોલમાં ૫૫૦ ઉપરાંત લાભાર્થીઓ સારવાર લાભ લીધો.















આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્યની સેવાઓ મજબૂત કરવા અને રોગ નિવારણ તાત્કાલિક થાય તે માટે સરકાર સક્રિય છે જેના ભાગરૂપે યોજાયેલા બ્લોક હેલ્થ મેળા પૈકી આજરોજ કચ્છના મુન્દ્રા ખાતે મુન્દ્રા બ્લોક હેલ્થ મેળાનું આયોજન માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું હતું.
શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ મેળામાં રાખવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી તેમજ લાભાર્થીઓની ખબરપૃચ્છા કરી સંવેદના બતાવી હતી. આ તકે તેમણે સામુહિક આરોગ્ય કેન્દ્ર, મુન્દ્રાના અધિક્ષકશ્રી ડો.મંથન ફફલ અને નગરપાલિકાના પ્રમુખશ્રી કિશોરસિંહ પરમાર પાસેથી દવાખાનાની જરૂરિયાત અને સેવાઓ બાબતે વિગતે માહિતી મેળવી હતી તેમજ તેમણે મુન્દ્રા નગરપાલિકાને અર્બન હેલ્થ સેન્ટરની મંજુરી મળે તે અંગેની ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાની ભલામણ ધ્યાને લીધી હતી.
બ્લોક હેલ્થ મેળામાં ધારાસભ્યશ્રીએ પ્રતિકરૂપે પાંચ બહેનોને પોષણકીટનું વિતરણ અને આયુષ્યમાન કાર્ડ આપ્યા હતા.
આ કાર્યક્રમમાં અગ્રણી વિશ્રામભાઇ ગઢવી, પ્રણવભાઇ જોષી તેમજ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી મહેન્દ્રભાઇ ગઢવીએ કોરોનાકાળમાં આરોગ્યકર્મીની સેવાઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા તેમજ તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે કોઇ જરૂરિયાત હોય તો મદદ કરવાની ખાતરીશ્રી વિરેન્દ્રસિંહ વતી આપી હતી. ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નોથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરા અને ભદ્રેશ્વરને રાજય સરકાર દ્વારા એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી છે તેનો ઉલ્લેખ મુન્દ્રા-બારોઇ નગરપાલિકાના પ્રમુખશ્રી કિશોરસિંહ પરમારે કર્યો હતો. તેમજ નગરપાલિકાને પણ એમ્બ્યુલન્સ વાન મળી છે તેનો ઉલ્લેખ કરી ધારાસભ્યને આભારની લાગણી વ્યકત કરી હતી.
સ્વાગત પ્રવચનમાં ઈન્ચાર્જ તાલુકા આરોગય અધિકારી ડો.કૈલાશપતિ પાસવાને આરોગ્ય મેળાનો હેતુ સમજાવીને લોકોને આરોગ્ય સેવાઓનો વધુ લાભ લેવા જણાવ્યું હતું. તેમજ શૂન્ય ખર્ચે સરકારી સારવાર મળી રહે છે તેની દરેકને માહિતી આપી સરકારી આરોગ્ય સેવાનો વધુ લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી.
આ હેલ્થ મેળામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓના કાર્ડ બનાવવા તેમજ રીન્યુ કરવા, ડિઝીટલ હેલ્થ મિશન અંતર્ગત યુનિક હેલ્થ આઈ.ડી. કાર્ડ બનાવવા, જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજનાના લાભાર્થીઓ તેમજ ટી.બી. રોગના દર્દીઓને સ્થળ ઉપર જ લાભ આપવા, મોતિયા મુકત ગુજરાત અંતર્ગત દર્દીઓની આંખોની તપાસ કરવી, ચેપી અને બિનચેપી રોગોની તપાસ નિદાન અને સારવાર, નવજાત શિશુ તથા નાના બાળકોમાં જોવા મળતી જન્મજાત ખોડખાંપણ અંગે તપાસણી નિદાન અને સારવાર, સગર્ભા, ધાત્રી માતા અને મહિલાઓ માટે સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા તપાસ, સારવાર, અંગદાન માટે રજીસ્ટ્રેશન વગેરે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ અને પ્રોગ્રામો વિશે યોગ્ય જાણકારી પુરી પાડવામાં આવી હતી. તેમજ આરોગ્ય વિભાગ સાથે આઈ.સી.ડી.એસ. વિભાગ, શિક્ષણ વિભાગ તથા અન્ય વિભાગ સાથે સંકલન કરી આ હેલ્થ મેળાને સંપૂર્ણ સફળ બનાવવા આરોગ્ય મેળામાં જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહીને લાભાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
હેલ્થ મેળામાં મુંદરા તાલુકાના લાભાર્થીઓ, જાગૃત નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લેવા તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૈલાસપતિ પાસવાન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઈ જાટીયા અને આભાર વિધિ હરેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી. હેલ્થ સુપરવાઇઝર પ્રકાશ ઠકકર, વિનોદ ઠકકર, ઝવેરભાઈ નાથાણી સહયોગી રહ્યા હતા.
આ તકે એ.પી.એમ.સી. ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, તાલુકા અગ્રણી સર્વશ્રી વિશ્રામભાઈ ગઢવી, પ્રણવભાઇ જોશી, પ્રકાશભાઇ ઠકકર, પ્રકાશભાઇ પાટીદાર, રવાભાઈ આહીર, તથા એ. ટી.વી.ટી. સભ્ય કુલદીપસિંહ જાડેજા, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. કુંદન મોદી, બાળ રોગ નિષ્ણાંત ડો. ત્રિયાંક શુક્લા અને ડૉ. રાહુલ પટેલ, ચામડી રોગ નિષ્ણાંત ડો. ધવલ બકુત્રા, કાન નાક ગળાના નિષ્ણાંત ડો. નિખિલ પારવાણી, આર્યુવેદીક ડો. પાર્થ ઠકકર, દાંત રોગના ડો. પૂર્વીબા જાડેજા, બીન ચેપી રોગો અને જનરલ ફિઝિશિયન ડો. ઋત્વિજ કુકડીયા, ડો. રાજેશ ભંડેરી, સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. મંથન ફફલ, બિન ચેપી રોગ વિભાગ ડો. હસનઅલી આગરિયા, આયુષ્ય માન કાર્ડ વિભાગમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓપરેટર સેવા આપી હતી. તથા મા કાર્ડમાંથી આયુષ્ય માન કાર્ડ માટે તાલુકા તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોએ સેવા આપી હતી.
