કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના બુઢારમોરા ગામના પરમેશ્વરનગર અને ફતેહપર પ્રાથમિક શાળા તેમજ સતાપર ગામની સતાપર કન્યા શાળા અને નવાગામની ખેંગારપર પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન બંધ રહેલ/ચાર્જમાં આપેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ મેળવીને સંપૂર્ણ વિગત ભરીને મામલતદાર કચેરીએ તા.૨૫/૪/૨૦૨૨ના કચેરી સમય દરમ્યાન મળે તે રીતે ટપાલથી મામલતદાર કચેરી અંજારને મોકલી આપવાની રહેશે. તા.૩૦/૪/૨૦૨૨ બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. સ્થાનિક વિધવા, ત્યકતા મહિલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. અગાઉ કરેલ અરજી માન્ય રહેશે નહીં. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે. એક વ્યકિત એ એક કેન્દ્ર માટે એક જ અરજી કરવી. અગાઉ ગેરરીતી સબબ છુટા કરેલ સંચાલકોને નિમણુંક માટે લાયક ગણવામાં આવશે નહીં. ઉમેદવારી માટેની જરૂરી લાયકાત એસ.એસ.સી. પાસ જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર ન મળે તો તેનાથી નીચે ધોરણ-૭ પાસ સુધીના ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે. વય મર્યાદા તમામ ઉમેદવારો માટે ૨૦ થી ૬૦ વર્ષની રહેશે. આ અંગે અન્ય શરતો કચેરીમાંથી રૂબરૂ જાણી શકાશે. અરજી સાથે રજુ કરવાના જરૂરી આધાર પુરાવાઓ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ખરીનકલ. ઉંમર અંગેના આધાર પુરાવા (એલ.સી.), રેશનકાર્ડની નકલ, ચુંટણી કાર્ડની નકલ, આધારકાર્ડની નકલ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, સ્થાનિક રહેઠાણ અંગેના તથા અરજી ફોર્મમાં જણાવેલ અન્ય આધાર, એસ.બી.આઈ. બેંક ખાતા નંબર/પાસબુકની ઝેરોક્ષ નકલ, તબીબી પ્રમાણપત્ર, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર (ફોજદારી ગુનો નોંધાયેલ ન હોવા અંગેનું) આ તમામ આધાર પુરાવાઓની પ્રમાણિત નકલો રજુ કરવાની રહેશે અરજદારે અરજી ફોર્મ અધિકારીશ્રીની ખરાઇ કર્યા બાદ જ આવક શાખામાં રજુ કરવું ખરાઇ કર્યા વગરનું ફોર્મ માન્ય ગણાશે નહીં તેવું મામલતદાર-અંજાર દ્વારા જણાવાયું છે.
