
ગુજરાતના રાજ્યપાલશ્રીએ નવી દિલ્હી ખાતે નેશનલ વૉર મેમોરિયલની મુલાકાત લઈ માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણની આહૂતિ આપી સર્વોચ્ચ બલિદાન દેનારા વીર શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક આઝાદી બાદ થયેલાં યુદ્ધ અને અન્ય મિલિટરી ઓપરેશન્સમાં માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થયેલાં વીર જવાનોની યાદમાં બનાવવામાં આવ્યું છે.

