આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વઘઈ માં પ્રદેશ યુવા મોરચાની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરાયું

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણી અંતર્ગત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા ગુજરાતભરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે યાત્રા આજ રોજ નવસારી ના વાંસદા તાલુકા માંથી ડાંગ જીલ્લા માં પ્રવેશ કરતા વઘઇ નગર માં બાઈક યાત્રા નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જયારે પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ ની આગેવાની માં નીકળેલી આ બાઈક યાત્ર માં મોટી સંખ્યા ભાજપ ના યુવા કાર્યકરો સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પણ જોડાયા હતા અને આ રેલી વઘઇ નગર ફેરવી ને વઘઇ શીત કેન્દ્ર ખાતે આવેલ મેદાન ખાતે યુવા કાર્યકરોની ભારે જનમેદની સાથે સભા યોજાઈ જેમાં યુવા સંગઠન મજબુત બનાવવા માટે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા એ યુવા કાર્યકરો ને માર્ગદર્શન આપ્યુ હતુ જયારે આ તબ્બકે પ્રવેશ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ એ યુવા વર્ગ મોટી સંખ્યા માં ભાજપ ની વિચાર ધારા સાથે જોડાય અને ભાજપ નુ સંગઠન હજી મજબુત બને તે માટે યુવા વર્ગ ને ભાજપ ની ઉપલબ્ધી અંગે ની સમજણ આપી ને મોટી સંખ્યા માં યુવા ધન ને ભાજપ માં જોડવા માટે હાકલ કરી હતી જે વેળા યાત્રા લઈને આવેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને યુવા પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રશાંત કોરાટ ને ડાંગ ભાજપ યુવા મોરચાના કાર્યકરો અને હોદેદારો એ સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વઘઇ ખાતે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી અંજલિ આપવામાં આવી હતી.આ પ્રસંગે સાંસદ કે સી પટેલ ધારાસભ્ય વિજય પટેલ ડાંગ પ્રભારી સીતાબેન નાયક અશોક ધોરાજીયા નવસારી જીલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ ડાંગ જીલ્લા મહામંત્રી કીશોર ગાવિત ,રાજેશ ગામિત, હરીરામ સાંવત, હરીશભાઈ બચ્છવ,યુવા મોરચાના પ્રમુખ પંકજભાઈ દળવી યુવા મોર્ચા મહામંત્રી આઝાદ બઘેલ, તાલુકા યુવા મોર્ચા પ્રમુખ જીગર પટેલ મહામંત્રી અમરદીપ પાલવા સહીત યુવા ભાજપ તાલુકા મંડલ પ્રમુખ જય આહિર ભાજપ આગેવાન ઘનશ્યામ પટેલ બીપીન રાજપુત પંકજ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં યુવા બાઇક સવારો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM