












જામકંડોરણા ખાતે ક્ષત્રિય યુવક મંડળ અને કરણી સેના જા કં.દ્વારા ઉપલેટા, ધોરાજી,જામકંડોરણા તાલુકા ના ક્ષત્રિય સમાજ ના સરપંચો નો ભોજન સમારોહ યોજવામાં આવ્યો. ગોંડલ ધારાસભ્ય શ્રી ના પુત્ર યુવા નેતા જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) જાડેજા અને રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઇન્દ્રવીજયસિંહ ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
જામકંડોરણા તાલુકા માં નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે ક્ષત્રિય યુવક મંડળ અને રાજપૂત કરણી સેના જામકંડોરણા દ્વારા સરપંચો,યુવા કારોબારી સભ્યો,કરણી સેના ના હોદ્દેદારો માટે ભોજન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરાજી,ઉપલેટા,જામકંડોરણા ના ક્ષત્રિય સમાજ ના સરપંચો એ હાજરી આપી હતી,સાથે ભાયાવદર, ઉપલેટા,ધોરાજી,જેતપુર, ગોંડલ,પડધરી,કોટડાસાંગાણી,જુનાગઢ, માણાવદર અને જામકંડોરણા તાલુકા ના ક્ષત્રિય સમાજ ના આગેવાનો અને કરણી સેનાના હોદેદારો એ હાજરી આપી હતી.જામકંડોરણા રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી તેજુભા જાડેજા સાહેબ એ ઉપસ્થિત તમામ મહેમાનો નું શબ્દો થી સ્વાગત કરી આવકાર્યા હતા.આ તકે શ્રી રાજપૂત કરણી સેના જામકંડોરણા દ્વારા જામકંડોરણા તાલુકા માં સંગઠન મજબુત બનાવવા પ્રમુખ શ્રી હરપાલસિંહ જાડેજા પાદરિયા દ્વારા ક્ષત્રિય સમાજ ના 22 ગામ માં કન્વીનરો ની નિમણુંક પણ કરવામાં આવી હતી.આ તકે ગોંડલ યુવા નેતા અને ધારાસભ્ય શ્રી ના પુત્ર જયોતિરાદિત્યસિંહ જાડેજા(ગણેશભાઈ) એ તમામ સરપંચો ને અભિનંદન આપ્યા હતા અને સાથે અઢારેય વરણ ને સાથે રાખી વિકાસ ના કામો કરવાનું સૂચન કર્યું હતું.રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ભાયાવદર રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી ઈન્દ્રવીજયસિંહ ચુડાસમા એ યુવાનો ને સામાજિક અને સેવાકીય કાર્ય કરવા માટે નું માર્ગદર્શન આપ્યું હતું.આ ભોજન સમારોહ માં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના વાઈસ ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન શ્રી મયુરરાજસિંહ જાડેજા ,રાજકોટ જિલ્લા કરણી સેના પ્રભારી જગદીશસિંહ જાડેજા,જૂનાગઢ જિલ્લા કરણી સેના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા,ગોંડલ તાલુકા પંચાયત સદસ્ય શ્રી હરિચન્દ્રસિંહ રાણા,યુવા પ્રમુખ શ્રી દિગુભા જાડેજા,કોટડાસાંગાણી સમાજ પ્રમુખ શ્રી ધર્મરાજસિંહ જાડેજા,મંત્રી શ્રી હરદેવસિંહ જાડેજા, ભરૂડી સરપંચ શ્રી હરિચન્દ્રસિંહ જાડેજા,યુવા અગ્રણી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા પાચીયાવદર,માણાવદર ઉપાધ્યક્ષ રાજભા ચાવડા,પડધરી કરણી સેના પ્રમુખ શ્રી ભગીરથસિંહ જાડેજા, ધોરાજી કરણી સેના પ્રમુખ શ્રી પ્રતાપસિંહ ચુડાસમા,ભાજપ અગ્રણી હરદીપસિંહ રાયજાદા,ઉપલેટા કરણી સેના પ્રમુખ શ્રી મહાવીરસિંહ વાળા,ઉપલેટા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી પૃથ્વીરાજસિંહ ચુડાસમા,નગરસેવક રઘુભા,અગ્રણી વિક્રમસિંહ,ભાયાવદર યુવા પ્રમુખ શ્રી ભરતસિંહ ચુડાસમા,જેતપુર યુવા પ્રમુખ શ્રી જયદેવસિંહ ઝાલા,યુવા અગ્રણી નરેન્દ્રસિંહ વાઘેલા,પડધરી પ્રમુખ શ્રી વી.પી.જાડેજા હાજરી આપી હતી.કાર્યક્રમ નું સંચાલન ક્રિપાલસિંહ જાડેજા પીપરડી એ કર્યું હતું.
રિપોર્ટ હરપાલસિંહ જામકંડોરણા
