ગાંધીનગરથી આવતીકાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વડોદરા મહાનગરપાલિકાના રૂ. ૨૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ઓનલાઇન ઇ-ખાતમૂહુર્ત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાવશે

વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે કોરોના કાળમાં પોતાની વિકાસ યાત્રા અવિરતપણે આગળ વધારી છે. જેને વધુ આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આવતીકાલે તા. ૯ ઓક્ટોબરના રોજ વડોદરાના મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો કરવા કુલ રૂ. ૨૩૦ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ઇ-ખાતમૂહુર્ત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ ગાંધીનગરથી કરવામાં આવશે.

                વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, નર્મદા, શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રી યોગેશભાઇ પટેલ, સાંસદશ્રી રંજનબેન ભટ્ટ, ધારાસભ્યશ્રીઓ તેમજ વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રી ડૉ. જિગીષાબેન શેઠ સહિત પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *