કડી તાલુકાના મેડા આદરજ ગામ ખાતેથી મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ ક્રાંતિના નવાં સોપાન ડિઝીટલ સેવા સેતુનો પ્રારંભ કરાવ્યો

ડી તાલુકાના મેડા આદરજ ગામ ખાતેથી મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ ક્રાંતિના નવાં સોપાન ડિઝીટલ સેવા સેતુનો પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રીશ્રીનું ડિઝીટલ ઇન્ડિયા મિશન પાર પાડવાના હેતુસર ડીઝીટલ સેવા સેતુના માધ્યમથી નાગિરકોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર આપના દ્વારે આવી છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ડિઝીટલ ટ્રાન્સફોર્મેશનની નવી પહેલ કરતાં ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્કથી જોડીને ભારત નેટ પ્રોજેકટ અન્વયે ડિઝીટલ સેવા સેતુનો નવતર અભિગમ શરૂ કરીને તાલુકા-જિલ્લા સેવા કેન્દ્રોમાં મળતી સેવાઓ ગ્રામ્યસ્તરે સામાન્ય માનવીને તેની અનુકૂળતાએ અને નજીવી ફી દ્વારા ગ્રામ પંચાયતમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા વિકસાવી છે. ગુજરાત સમગ્ર દેશમાં આ વ્યવસ્થા વિકસાવી ભારત નેટ ફેઇસ-ર માં દેશભરમાં અગ્રેસર રહ્યું છે. ડિઝીટલ સેવા સેતુમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, રાજ્યના ગામડાંઓમાં 100 MBPSના હાઇસ્પીડ ઇન્ટરનેટ સરળતાએ મળી રહે એ માટે ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડાણો આપવામાં આવશે. આ સેવા અંતર્ગત ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિઝીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ર૦ રૂપિયાની નજીવી ફી થી મળશે. આ ઉપરાંત ડિઝીટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. તદ્અનુસાર, Oaths Act 1969ની કલમ-૩ ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવી છે. જેથી ગ્રામીણ નાગરિકોને ગામમાંથી જ એફિડેવીટ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ થઇ શકશે. ડિઝીટલ સેવા સેતુના મહત્વપૂર્ણ ટેકનોલોજી આધારિત જનહિત સેવાકાર્યની સરકારની પ્રતિબદ્ધતા સાકાર થઇ રહી છે. પ્રજાલક્ષી અભિગમ સાથે સરકાર નાગરીકોને સેવાઓ સરળતાથી ઘરઆંગણે મળે તે માટે કટિબધ્ધ છે. પારદર્શી-નિર્ણાયક-સંવેદનશીલ-પ્રગતિશીલ સરકારનો ધ્યેય ડિઝીટલ સેવા સેતુથી મૂર્તિમંત થયો છે. ગ્રામીણ પ્રજાજનોને રોજ-બરોજની સેવાઓ પ્રમાણપત્રો માટે તાલુકા-જિલ્લામથકે જવું નહિ પડે-ગ્રામ પંચાયતમાં જ નજીવી ફી થી મળશે ઘર આંગણે સુવિધા મળતી થશે જેનાથી નાગરિકોના સમય અને ખર્ચમાં બચત થનાર છે. મહેસાણા જિલ્લામાં આજે ડિઝીટલ સેવા સેતુના માધ્યમ થકી જિલ્લાના ૧૨૭ ગામોને આવરી લેવામાં આવેલ છે. આગામી સમયમાં તબકકા વાર ડિઝીટલ સેવા સેતુનો લાભ તમામ ગામોને મળનાર છે. મહેસાણા જિલ્લામાં ડિસેમ્બર સુધીમાં ૫૭૯ ગામોને ફાઇબર નેટવર્કથી જોડી સેવાઓને લાભ મળતો થનાર છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM