નર્મદા જિલ્લા મહામંત્રી શ્રી નીલ કુમાર રાવ દ્વારા નર્મદા પરિક્રમા કરી.

નર્મદા જિલ્લાના ભાજપના 10 હોદ્દેદારોદ્વારા નર્મદા પરિક્રમા નીકળ્યા નર્મદે હર સાથેપરિક્રમા પૂર્ણ કરી જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવ કિસાન મોરચાના પ્રમુખ આશિષ પટેલ રાજપીપળા શહેર મંત્રી અજીત પરીખ વગેરે કાર્યકર્તાઓ દ્વારા પરિક્રમા કરીत्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे।
નદીને માતા માનીને એની પૂજા કરવી એ આપણી સંસ્કૃતિ રહી છે. એ માત્ર વહેતો પ્રવાહ નથી; એ લોકોની આસ્થા છે. જીવાદોરી છે.નર્મદા દેશની પવિત્ર નદીઓમાંની એક છે.એના ઉદગમસ્થાનથી દરિયામાં ભળે ત્યાં સુધીની ભવ્ય પરિક્રમા થાય છે.ઉપરાંત એક અન્ય પરિક્રમા એ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા.
રામપુરા ગામથી રણછોડરાયજીના દર્શન કરીને ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા શરૂ કરી અને તે દરમિયાન આવતા વિવિધ તીર્થસ્થાનોના દર્શન કર્યા.માંગલોર ગામે નર્મદા જિલ્લા મંત્રી શ્રી દિનેશભાઇ દેસાઈ,અતુલભાઈ બારોટ તેમજ મણીનાગરેશ્વર ખાતે રાજેશભાઈ ચૌહાણ, જયશ્રીબેન ધામેલ,હર્નિશભાઈ સોની,દત્તુ સોની, અલ્પાબેન સોની દ્વારા શ્રદ્ધાળુઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી. તેમની મુલાકાત લઈને તીલકવાડાથી રેંગણ થઈને ફરી રામપુરા ગામે પરિક્રમા પૂર્ણ કરી.
મા રેવા સૌની મનોકામના પૂર્ણ કરે.
અત્યારે આખો ચૈત્ર મહિનો મા નર્મદા ઉતારવાની પરંપરા ચાલી રહી છે
આ પરિક્રમા રામપુરા માંગરોળ તીલકવાળા વાસણ ગામ થી થાય છે
21 કી. મી. ની પગપાળા યાત્રા છે
ઉત્તર દિશામાં મોક્ષદાયિની દિશા છે ઉપરોક્ત ગામના વિસ્તારમાં મા નર્મદા જી ઉત્તર દિશામાં વહે છે અને પુરાણો અનુસાર જે કોઈ વ્યક્તિ આટલી ઉત્તરવાહિની નર્મદા નદીની પરિક્રમા કરશે તે આખી પરિક્રમા કર્યાનું ફળ મળશે જેથી આંખો ચૈત્ર મહિનો દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આ પરિક્રમા કરી રહ્યા છે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM