જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ઉન્નતિ ફાઉન્ડેશન પાટણ દ્વારા ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ફ્રૂટ વિતરણ કરાયુ

જિલ્લા વહીવટી તંત્ર ના માર્ગદર્શન હેઠળ ઉન્નતિ ફાઉન્ડેશન પાટણ દ્વારા ૧લી મે ૨૦૨૨ ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે આજરોજ ધારપુર હોસ્પિટલ પાટણ ખાતે દાખલ થયેલ દર્દીઓ ને તેમજ સરદાર બાગ પાસેની આંગણવાડી કેન્દ્રોમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યુ. આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના સિન્ડિકેટ મેમ્બર સ્નેહલભાઈ પટેલ, ધારપુર મેડિકલ કોલેજના ડીન ડૉ.યોગેશાનંદ ગોસ્વામી, ધારપુર હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મનીષ રામાવત, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ના સેનેટ સભ્ય મનોજભાઈ પટેલ, ઉન્નતિ ફાઉન્ડેશન ના પ્રમુખ પરેશભાઈ મકવાણા, પાટણ તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર, પાટણ નગરપાલિકા ના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા, પાટણ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી વિનોદભાઈ કરલિયા, પાટણ શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી ચતુરભાઈ પરમાર, મંત્રી નરેશભાઈ મકવાણા, તેજલબેન મકવાણા, પ્રકાશ દેસાઈ, ચંદ્રકાંત શ્રીમાળી, આંગણવાડી કાર્યકર ભૂમિકાબેન સોલંકી, કૈલાશબેન સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધારપુર હોસ્પિટલ પાટણ ખાતે દાખલ થયેલ દર્દીઓ જલ્દી થી સાજા થઈ ગુજરાત નો સ્થાપના દિવસ પરિવાર સાથે ઉજવે એવી ભાવનાથી તાજા ફળો ની ૨૦૦ કીટ ધારપુર હોસ્પિટલ ખાતે વિતરણ કરાઈ હતી જ્યારે સરદાર બાગ પાસે આવેલ આંગણવાડી કેન્દ્રમાં તાજા ફળો ની ૫૦ કીટ વિતરણ કરાઈ હતી એમ સંસ્થાના પ્રમુખ પરેશભાઈ મકવાણા એ જણાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *