નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતીની બેઠક યોજાઇ

નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. બેઠકમાં  વ્યાજબી ભાવની દુકાનો સ્થળફેર કરવા અંગે આવેલ અરજીઓની સમીક્ષા, એપ્રિલ-૨૨ સુધી રેશન કાર્ડની વિગતો અને જિલ્લામાં એપ્રિલ-૨૦૨૨ માસમાં રેગ્યુલર તથા પી.એમ.જી.કે.એ.વાય વિતરણ અંગેની વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી તેમજ સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *