વડોદરામાં અથર્વ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનોની દીકરીઓને વિનામૂલ્યે લેપટોપનું વિતરણ કરાયું

અર્થવ ફાઉન્ડેશન,મુંબઈ તેમજ કંડલા પોર્ટ ટ્રસ્ટ તરફથી દેશની રક્ષા કાજે શહીદ થયેલ જવાનોની અભ્યાસ કરતી દિકરીઓને વિના મુલ્યે લેપટોપનું વિતરણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી,વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. અર્થવ ફાઉન્ડેશન, મુંબઈની ટીમ દ્વારા વડોદરા કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા ચાર શહીદ જવાનોની દિકરીઓને લેપટોપ આપવામાં આવ્યા હતા. અર્થવ ફાઉન્ડેશને શહીદ જવાનોની દીકરીઓને મદદરૂપ થઈ સરાહનીય કામગીરી કરી છે. અર્થવ ફાઉન્ડેશન, મુંબઈની ટીમ દ્વારા આવતીકાલે  અમદાવાદ ખાતે પણ વિના મુલ્યે લેપટોપનું વિતરણ કરવામાં આવનાર છે. આ પ્રસંગે અથર્વ ફાઉન્ડેશનના શ્રી સુનિલ રાણે, કચેરીના અધિક્ષક શ્રી આર.બી.ઝાલા અને શહીદ જવાનોની દીકરીઓ ઉપસ્થિત રહી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *