રાજકોટના આંગણે આગામી મે મહિનામાં જે.એમ.જે. ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતિ – સર્વધર્મ વિનામુલ્યે સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન

અગ્રણી ઉદ્યોગપતિ અને જે.એમ.જે. ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર મયૂરદ્વજસિંહ જાડેજા સમૂહલગ્નના યુવા પ્રણેતા લગ્ન વખતે કિર્તીદાન ગઢવી , સાંઇરામ દવે નો ભવ્ય લોકડાયરો યોજાશે.દીકરીઓને કરિયાવર પણ અપાશે

અમિત વાકાણી રાજકોટ

પણા દરેક સમાજના દરેક વર્ગ અને વર્ણવ્યવસ્થામાં આજે પણ એવી દીકરીઓ છે જે સાધન સંપન્ન પરિવારમાંથી નથી , આવા પરિવારની દીકરીઓને લગ્નગ્રંથીથી જોડવામાં મદદરૂપ થવું એ સૌથી મોટું પુણ્યનું કામ છે અને આ રૂડો અવસર પાર પાડવાનું બીડું યુવા પ્રણેતા ઉદ્યોગપતિ અને જે .એમ.જે. ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મયૂરદ્વજસિંહ જાડેજા એ ઝડપ્યું છે . જેને અનુલક્ષી આગામી મે -૨૦૨૨ માં રાજકોટના આંગણે ભવ્યાતિભવ્ય વિનામુલ્યે સર્વજ્ઞાતિ , સર્વધર્મ સમૂહલગ્નોત્સવનું અનેરૂ આયોજન તેઓ કરી રહ્યા છે . જેમાં દીકરીઓને કરિયાવર પણ અપાશે . જેના રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે . આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોર્પોરેટરશ્રી જયમીનભાઇ ઠાકર તેમજ શિવ માનવ સેવા ટ્રસ્ટ તથા ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે . જે.એમ.જે ગ્રૂપના મયુરધ્વજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે , ભારતીય લગ્ન સંસ્કાર પ્રણાલી – પરંપરામાં સમૂહલગ્ન એ અત્યારના સમયની માંગ છે . છેલ્લા ૨ વર્ષથી કોરોનાકાળ હોય સમૂહલગ્ન શક્ય બન્યા નહોતા જેથી આ વર્ષે આયોજન કરાયું છે . ઉલ્લેખનીય છે કે , એકમાત્ર દાતા તરીકે મયુરદ્વજસિંહ જાડેજાએ વર્ષ ૨૦૧૯ માં ૮૬ દિકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા સાથે આજ લગ્નોત્સવમાં તેઓ પણ લગ્નગ્રંથીથી જોડાતા કુલ ૮૭ દિકરીઓના લગ્નની વિરલ અને ઐતિહાસિક ઘટના ઘટી હતી .

આ ઉપરાંત મયુરધ્વજસિંહ જાડેજાએ તેમના દીકરીના પ્રથમ જન્મદિવસની અનોખી ભેટરૂપે કોરોનાકાળમાં માતા – પિતાનું છત્ર ગુમાવનાર પાંચ દીકરીઓના વાલી બની દત્તક લઇ તેને પ્રાથમિક શિક્ષણ થી માંડી કોલેજ સુધીના અભ્યાસની તમામ ફી ની જવાબદારી ઉપાડી હતી . એટલું જ નહીં તેઓએ કોરોનાકાળમાં અનેક ભૂખ્યાઓના જઠરાગ્નિ ઠારવા , ઓક્સીજનના બાટલાઓ પુરા પાડવા વગેરે જેવા અનેક સેવાકિય કાર્યો તેમણે કર્યા છે . જે.એમ.જે ગ્રૂપ વર્ષોથી રિયલએસ્ટેટ , સોલાર પાર્ક , લોજીસ્ટિક વગેરે અનેક ક્ષેત્રે જોડાયેલું છે સાથે સમાજિક પ્રવૃતિઓમાં પણ સદાય અગ્રેસર રહ્યું છે . શ્રી મયૂરદ્વજસિંજ જાડેજાએ જણાવ્યું હતું કે , મેં એક સંકલ્પ કર્યો છે કે સમાજની દીકરીઓ જેમના માતા – પિતાને લગ્નનો સામાન્ય ખર્ચ પણ પોસાય તેમ નથી તેવા પરિવારની દીકરીઓને સંસાર વસાવવામાં મદદરૂપ થવું જે મારી દ્રષ્ટીએ સૌથી શ્રેષ્ઠ સામાજિક કાર્ય છે . આ રૂડા અવસરે શુભેચ્છક તરીકે લાડકી ફાઉન્ડેશનના પ્રણેતા અને કલાકાર કિર્તીદાન ગઢવી , સાંઇરામ દવે રહેશે અને લગ્નની સાથે તેઓનો ભવ્ય લોકડાયરો પણ યોજાશે . શુભેચ્છક અને આયોજક તરીકે કોર્પોરેટર જયમિનભાઇ ઠાકર રહેશે . જે.એમ.જે.ગ્રૂપ રાજકોટ દ્વારા આયોજીત આ ભવ્યાતિભવ્ય વિનામુલ્યે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભર માંથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે . લગ્ન ઇચ્છુકોએ વહેલા તે પહેલાના ધોરણે વધુ વિગત અને રજીસ્ટ્રેશન માટે ” દુકાન નં . ૩૯ , બીજા માળે , રાજકોટ બસ સ્ટેન્ડ પોર્ટ ( નવું બસ સ્ટેન્ડ ) , કનક રોડ , રાજકોટ ખાતે અને ફોન નં . ૭૫૭૩૦૨૧૩૬૨ , ૭૩૮૩૧૯૩૮૭૦ અને ૭ પ ૭૩૦૨૧૩૬૮ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM