




દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા દોઠ વર્ષમાં કુલ ૧,૪૬,૯૬૨ પશુઓની સારવાર કરાઇ
રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત સાબરકાંઠા ખાતે નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. જનક પટેલની અધ્યક્ષતામાં વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવતા પશુ પક્ષીઓના જીવન બચાવવા કાર્યને પણ સન્માનિત કરવામાં આવે છે. આ પ્રસંગે નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉ. જનકભાઈ પટેલ દ્વારા તમામ વેટરનરી ઓફિસરને વેટરનરી દિવસની શુભેચ્છા પાઠવી હતી.સાબરકાંઠા જિલ્લામાં પશુપાલન શાખા અને GVK EMRI દ્વારા PPP મોડલ પર ૧ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને ૧૫ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં કાર્યરત છે. દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા છેલ્લા દોઠ વર્ષમાં કુલ ૧,૪૬,૯૬૨ પશુઓની સારવાર કરવામાં આવી છે જેમાં ૬,૧૬૧ પશુઓની સારવાર ઇમરજન્સી કેસમાં કરવામાં આવી છે. જ્યારે ૧,૪૦,૮૦૧ પશુઓની સારવાર શિડ્યુલ કેસમાં કરવામાં આવી છે. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ વિવિધ મેડિકલ સાધનો દ્વારા સુસજ્જ હોય છે, જેમાં નાની મોટી સર્જરી પણ કરી શકાય છે. જેવી રીતે આકસ્મિક સંજોગોમાં લોકોને 108, એમ્બ્યુલન્સની સેવા મળી રહે છે તેવી જ રીતે પશુઓ માટે પણ આકસ્મિક સંજોગો સર્જાય ત્યારે ઈમરજન્સી સેવા મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારે નિ:શુલ્ક 1962 સેવા શરૂ કરી છે. ૧૯૬૨ની આ સેવાથી પશુ પાલકોને ઘરે બેઠા સેવા મળી રહે છે. આ કાર્યક્રમમાં મદદનીશ પશુપાલન નિયામક શ્રી, ડૉ.. પરેશભાઈ પટેલ,પશુપાલન વિભાગના વેટરનરી ઓફિસર, GVK EMRI ના પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર પ્રતિકભાઈ સુથાર અને વેટરનરી ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.
