ખેડબ્રહ્મા ખાતે નવનિર્મિત કોર્ટનું લોકાપર્ણ કરાયુ

રીપોર્ટર રૂપેશ રાવલ ખેડબ્રહ્મા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે નવનિર્મિત કોર્ટનું લોકાપર્ણ નામદાર ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ડૉ. અશોકકુમાર જોષીના વરદ્દ હસ્તે કરાયુ હતુ. ખેડબ્રહ્મા ખાતે નિર્માણ કરવામાં આવેલ પ્રિન્સીપલ સિનિયર સિવિલ કોર્ટનું તા. ૧ મે ૨૦૨૨,રવિવાર સાબરકાંઠા જિલ્લાના એડમીનીસ્ટ્રેટીવ જજ અને ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ડૉ. અશોકકુમાર જોષીના વરદ્દ હસ્તે લોકાપર્ણ કરવામાં આવશે. કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણ પ્રસંગે પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી એચ.ડી.સુથાર, પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ એચ.એ.ઉપાધ્યાય, તથા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, જીલ્લાની કોટોઁના જજ, સિનિયર વકીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *