નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા દસમું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું ભાટીયામાં રૂષિરાજ સંગીત ક્લાસને પરિક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવી

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા શહેરની ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા સંગીત પ્રચાર – પ્રસાર હેતું ભાટીયામાં રૂષિરાજ સંગીત ક્લાસને સંગીત પરિક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવી જેમનો કેન્દ્ર કોડ નં. – 10 છે. સંસ્થાના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે શ્રી નટવરલાલ વાલજીભાઈ ચલ્લાને કેન્દ્ર મંજૂરી પ્રમાણપત્ર, વગેરે ફાઈલ અર્પણ કરવામાં આવેલ નવોદિત કલાકારો સંગીતપ્રેમી વગેરે નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અભ્યાસક્રમ પ્રમાણે કોર્સ ગાયન, તબલા, હાર્મોનિયમ, બંસરી, ગીટાર, કિ – બોર્ડ તથા તાલવાદ્ય, ભરતનાટ્યમ, કથક નૃત્ય વગેરે માટેની નિયમોને આધિન રહીને શાસ્ત્રીય સંગીતની સરકાર માન્ય ડીગ્રી કોર્સની પરીક્ષાઓ ભાટીયા શહેરમાં રૂષિરાજ સંગીત ક્લાસમાં આપી શકશે સંસ્થાના અધ્યક્ષશ્રી (B.Ed. In Music) કમલેશભાઈ આર. બથીયા તથા અધિકારીશ્રી પરસોતમભાઈ જે. કછેટીયા તથા સસ્થાંની સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *