
તા 16મે 2022 સોમવાર ના રોજ બુદ્ધ પૂર્ણિમા ના પાવન અવસર ઉપર ઓનલાઇન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ ગાંધીનગરથી શ્રીમાન વડીલ કાંતિભાઈ શર્મા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સરસ્વતી વંદના અંજાર ભચાઉ થી શિક્ષિકા ઉષાબેન દાવલા દ્વારા કરાવવામાં આવી હતી. whatsapp મંચ 145 થી ખીચોખીચ ભરેલો હતો કાર્યક્રમની અંદર 22કવિ મિત્રો એ પોતાની રચના રજૂ કરી હતી સહયોગ પ્રીતિબેન પરમાર દ્વારા આપવામાં આવ્યો હતો. ભગવાન બુદ્ધ વિશે માહિતી કોકીલાબેન ચૌહાણ શિક્ષિકા આણંદ દ્વારા આપવામાં આવી હતી. બંને મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય મંચ દ્વારા કાર્યક્રમને અંતે સુંદર ડિજિટલ પ્રમાણપત્ર વિતરણ સંસ્થા અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા કરવામાં આવ્યું. ભગવાન બુદ્ધ દ્વારા એટલું જ માંગીએ છીએ કે આપણે મન હૃદય અને તનથી સ્વસ્થ રહીએ. આભારવિધિ મધુબેન રાઠોડ દ્વારા કરાવવામાં આવી હતી રાષ્ટ્રગાન લતાબેન ચૌહાણ દ્વારા ઓનલાઇન કવિ સંમેલન ની અંદર કવિઓને ખૂબ જ મજા પડી. અંતમાં ભારત માતાના જય નાદ સાથે છૂટા પડ્યા . અનોખી ઉજવણી ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા બુદ્ધ પૂર્ણિમા ના દિલસે કરવામાં આવી.
