

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના ખંભાત તાલુકા માં પ્રજાનીલાગણી-માગણી-અપેક્ષા પૂર્ણ કરવા રાજ્યસરકાર ધ્વારા આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ હોઈ ખંભાત નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૧-૨-૩-૫-૬ નો સેવસેતુ કાર્યક્રમ ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં રાજપૂત સમાજની વાડી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ન.પા પ્રમુખ કામિનીબેન ગાંધી અને કાઉન્સિલરશ્રીઓ સહિત મામલતદારશ્રી હિહોર જી, ચીફઓફિસરશ્રી શુક્લ જી અને જુદા-જુદા વિભાગના અધિકારી-કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
