



એપોલો હોસ્પિટલના ખ્યાતનામ સિનિયર કન્સલ્ટન્ટ રેડિએશન ઓન્કોલોજિસ્ટ ડૉ. ચિરાગ અમીને ‘Era of Modern Techniques of Radiotherapy in Oncology’ તેમજ ડૉ.ઋષિત શાહે ‘Improving Survival in Oncology-Newer Therapies’ વિષય અંગે ઉપસ્થિત સૌ તબીબશ્રીઓ સમક્ષ વિસ્તૃત છણાવટ કરી.
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ તા.૧૪ મે, ૨૦૨૨ શનિવારના રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ગાંધીનગરના ઉપક્રમે કેન્સરની સારવાર અંગે ‘ધ લીલા હોટલ’ ગાંધીનગર ખાતે આયોજિત CME માં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એપોલો હોસ્પિટલના ખ્યાતનામ સિનિયર કન્સલ્ટન્ટ રેડિએશન ઓન્કોલોજિસ્ટ ડૉ. ચિરાગ અમીને ‘Era of Modern Techniques of Radiotherapy in Oncology તેમજ ડૉ.ઋષિત શાહે ‘Improving Survival in Oncology-Newer Therapies’ વિષય અંગે ઉપસ્થિત સૌ તબીબશ્રીઓ સમક્ષ વિસ્તૃત છણાવટ કરી હતી. મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટે કોરોના મહામારીકાળમાં રાત-દિવસ જોયા વગર, પોતાની પરવાહ કર્યા સિવાય દર્દીઓની અવિરતપણે સેવા કરનાર તબીબોની કામગીરીને બિરદાવીને સૌનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો. શહેર ભાજપના અગ્રણી સંજીવ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ૩૦,૦૦૦ જેટલી સગર્ભા બહેનો ની વિનામૂલ્યે સોનોગ્રાફી કરનાર છે જે આવકારદાયક છે. આ પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, ગાંધીનગરના પ્રેસિડન્ટ ડૉ.અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે, તબીબોને લગતા પ્રશ્નો હલ કરવામાં રાજ્ય સરકારે હંમેશા સહયોગ આપ્યો છે તે બદલ સરકારશ્રીનો આભાર માનીએ છીએ. શ્રી મૌલિક દરજી તથા ધ્રુવ પટેલે એપોલો સીબીસીસીના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું
