
શ્રી હરિદાસ જીવણદાસ લાલ ( બાબુભાઈ લાલ ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ( કેદાર જીતેન્દ્ર લાલ ) ફાઉન્ડેશન દ્વારા જામનગરની લોહાણા મહાજનવાડી ખાતે સ્વ.હરિદાસ જીવણદાસ લાલ ( બાબુભાઈ લાલ ) ની પૂણ્ય તિથી નિમિતે તા .૧૫ / ૦૫ / ૨૦૨૨ ને રવિવારના રોજ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું . માનવ સેવા , શૈક્ષિણક કાર્યો તથા સામાજીક કાર્યો કરતા શ્રી હરિદાસ જીવણદાસ લાલ ( બાબુભાઈ લાલ ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ( કેદાર જીતેન્દ્ર લાલ ) ફાઉન્ડેશન દ્વારા ઈમરજન્સી અને જરૂરિયાતમંદ દર્દીઓની જરૂરીયાતને સહાયરૂપ થવા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જીતુભાઈ લાલ દ્વારા લોકોને સ્વૈચ્છિક રકતદાન કરવા અપીલ કરી હતી . જેને માન આપીને સવારથી જ લોહાણા મહાજનવાડી ખાતે રક્તદાતાઓનો પ્રવાહ ઉમળ કાભેર શરૂ થયો હતો અને ૨૪૬ લોકોએ સ્વૈચ્છીક રીતે રકતદાન કર્યું હતું . આ બ્લડ કેમ્પમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ , ૭૮ – વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) , મેયર શ્રી બીનાબેન કોઠારી , પૂર્વ મંત્રી શ્રી વસુબેન ત્રિવેદી , પૂર્વ મંત્રી શ્રી પરમાણંદભાઈ ખટર , પૂર્વ સાંસદ શ્રી ચંદ્રેશભાઈ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો , નગરના શ્રેષ્ઠીઓ , વેપારી અગ્રણીઓ , સામાજીક આગેવાનો , વિવિધ સંસ્થાના હોદેદારો , પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનીક મીડીયાના મિત્રો , શુભેચ્છકો તથા પરિવારના મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા . બહોળી સંખ્યામાં હાજર રહેલા સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ , ૨ કતદાતાઓ તેમજ બ્લડકેમ્પને સફળ બનાવવામાં જહેમત ઉઠાવનાર કાર્યકરો અને જી.જી.હોસ્પિટલના ડોકટરો પ્રત્યે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ , ટ્રસ્ટી જીતુભાઈ લાલ , મિતેષભાઈ લાલ , ક્રિષ્નરાજ લાલ , વિરાજ લાલે આભારની લાગણી વ્યકત કરી હતી .
