આણંદ જિલ્લા ના ખંભાત તાલુકાના કણઝટ ઈંગોરીયાપુરા વિસ્તારમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી ₹ ૫ લાખના ખર્ચે નિર્માણ થનાર પાણી ની ટાંકી ના કામનું ખાતમુહૂર્ત

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના ખંભાત તાલુકાના કણઝટ ઈંગોરીયાપુરા વિસ્તારમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી ₹ ૫ લાખના ખર્ચે નિર્માણ થનાર પાણી ની ટાંકી ના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ગામની માતાઓ-બહેનોએ અવિરત વિકાસના કાર્યો કરવા બદલ મયુરભાઈ રાવલને આશીર્વાદ આપી આભાર વ્યક્ત કર્યો. સાથે જી.પં સદસ્ય વિનોદભાઈ ઠાકોર, તા.પં સદસ્ય રાજેશભાઇ પટેલ, ખ.વે સંઘ ડિરેક્ટર ગોવિંદકાકા તેમજ મુકેશભાઈ પટેલ, તા.ભાજપ પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ રબારી, મંત્રી ખોડાભાઈ તેમજ મફતભાઈ, સરપંચ હર્ષદભાઈ સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *