
રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના ખંભાત તાલુકાના માલુ ગામે જિલ્લા પંચાયત આયોજનમાંથી ₹ ૫ લાખના ખર્ચે નિર્માણ થનાર સી.સી. રસ્તાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે જી.પં સભ્ય વિનોદભાઈ ઠાકોર, તા.પં સભ્ય રાજેશભાઇ પટેલ, ખ.વે સંઘ ડિરેક્ટર મુકેશભાઈ પટેલ, એપીએમસી માજી.ચેરમેન જગદીશભાઈ પટેલ, તાલુકા ભાજપ મંત્રી ખોડાભાઈ ભરવાડ તેમજ સરપંચશ્રી અને રીકેનભાઈ પટેલ સહિતના સ્થાનિક અગ્રણીઓ-ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
