
ગીર-સોમનાથ તા. ૨૫, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કાયદા રાજ્યમંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રીવેદીની ઉપસ્થિતિમાં ગુજરાતમાં રુા ૨૨ કરોડના ખર્ચે ૮ ચેરીટી ભવનનું ઇ-ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લા ચેરીટી ભવનનું વર્ચ્યુઅલી ભુમિપુજન કરવામાં આવ્યું હતું. ઇણાજ રોડ ખાતે રુ. ૧.૮૫ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે નવી ચેરીટી કચેરીનું નિર્માણ થશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના જિલ્લાઓમાં અદ્યતન સુવિધાયુક્ત ચેરીટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટોને લગત કામો વધુ સરળ અને ઝડપી થાય તે દિશામાં સરકારીશ્રી સતત પ્રયત્નશીલ છે. તેમજ આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી લોકોને ઘર બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી શકશે. રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરીટી તંત્રએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરી છે. સરકાર એકલી જ સમાજ હીતમાં કાર્ય કરે તેના કરતા ટ્રસ્ટો અને સરકાર બંને સાથે રહીને લોકહીતના કાર્ય કરે તો સોનામાં સુગંધ ભળે એમ પ્રધાનમંત્રીશ્રીના સૈાનો સાથ સૈાનો વિકાસની નેમને સાચા અર્થમાં ચરિતાર્થ કરી શકાશે. તેમ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
આ તકે કાયદા રાજ્યમંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રીવેદીએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ચેરીટીતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આ નિર્ણય કરાયો છે. રાજ્યના તમામ ધાર્મીક અને સખાવતી ટ્રસ્ટોનો વહીવટ સમાજના વિશાળ હીતને લાગુ પડતા હોવાથી આવ ટ્રસ્ટોની મિલકતો સમાજના હીતમાં ઉપયોગી થાય તેવા હેતુથી નવા ૮ જિલ્લાના ચેરીટી ભવનોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર-સોમનાથમાં નિર્માણ પામનાર ચેરીટી કચેરીમાં અદ્યતન સુવિધાઓ સાથે જજ ઓફીસ, પુછપરછ રુમ, કોર્ટ રૂમ, પ્રતિક્ષા ખંડ, વોટર રુમ, ઇલેકટ્રોનીક રુમ, એડવોકેટ રૂમ, સુપ્રીટેંડન્ટ રૂમ, ટોઇલેટની સુવિધાસભર નિર્માણ પામશે.
આ કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રો.ડો.વાળાએ અને આભારવિધિ મદદનીશ ચેરીટી કમિશ્નર શ્રી સી.ડી.ચૈાહાણે કરી હતી. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, પ્રદશે મંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ ઝાટ, નગરપાલિકા પ્રમુખ શ્રી પીયુશભાઇ ફોફંડી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, અગ્રણીશ્રી દેવાભાઇ ધારેચા, શ્રી જીતુભાઇ કુહાડા, શ્રી જીતેન્દ્રભાઇ મહેતા નગરપાલિકા ઉપ પ્રમુખ શ્રી કપીલભાઇ મહેતા, પ્રાંત અધિકારી શ્રી શર્યુબા જસરોટીયા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશભાઇ આલ, આર એન્ડ બીના શ્રી મકવાણા, શ્રી ચારણીયા, મામલતદાર શ્રી શામળા, ચેરીટી ઓફીસ સુપ્રી. શ્રી હરેશભાઇ પટેલ, બાર એસોસીએશનના સભ્યશ્રીઓ સહિતના અધિકારીઓ/પદાધિકારીઓ, હાજર રહ્યા હતા.
