
રીપોર્ટ- બાય જીગર કોટક
બનાસકાંઠા નહિ પણ ગૂજરાત રાજ્ય નાં ગૌરવ તથા નારી શક્તિ નાં દર્શન કરાવતા ડો રાજુલ બેન દેસાઈ સાથે તેઓના નિવાસ સ્થાને ડીસા ખાતે શુભેચ્છા મુલાકાત કરી ડોક્ટર રાજુલ બેન ના નામથી સૌ લોકો પરિચિત છે કેમ કે તેમનું નામ જ કાફી છે પરિચય માટે માટે નાનપણથી પિતાની છત્રછાયા ગુમાવી છતાં પણ હિંમત સાથે જરા પણ વિચલિત થયા વગર પોતે કંઈક કરવું છે એવી અપેક્ષા સાથે પોતે પોતાનું શિક્ષણ પૂરું કર્યું અને કાયદાનું ઉચ્ચ શિક્ષણ મેળવ્યું એ શિક્ષણનો ઉપયોગ એમને સમાજની મહિલાઓ ના હક તેઓની શક્તિ બહાર લાવવા માટે સંઘર્ષ કરી ડીસા પંથકમાં આગવી ઓળખ ઊભી કરી તેઓની કામગીરી જોઈ નામદાર કેન્દ્ર સરકાર દ્વારા તેઓની વરણી મહિલા આયોગના સદસ્ય તરીકે દિલ્હી ખાતે કરવામાં કરવામાં આવી હતી વર્ષ 2019 થી 2022 ના તેઓના કાર્યકાળ દરમિયાન સૌથી વધારે રાજ્યોનો પ્રવાસ કરી મહિલાઓની પરિસ્થિતિમાં સુધાર લાવવા માટેની મોટી કવાયત હાથ ધરી હતી તે દરમિયાન પશ્ચિમ બંગાળ ની ચૂંટણી દરમિયાન થયેલી હિંસા ની તપાસ કમિટીના સભ્ય રહી તેને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી પોતાની સૂઝબૂઝ નો પરિચય કરાવ્યો હતો તેઓ દ્વારા ઘરેલું હિંસા એક અપરાધ નામના પુસ્તકનું પણ નવી દિલ્હી ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું હાલમાં તેઓ ન્યુ એજયુકેશન પોલીસ અંતર્ગત મહિલા નીતિ સમિતિના અધ્યક્ષ તરીકે દિલ્હી ખાતે જવાબદારી સંભાળી રહ્યા છે જેઓની રાજકીય સફર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માંડીને કારોબારી સદસ્ય પ્રદેશ મહિલા મોરચા ગુજરાત રાજ્ય સહ કન્વીનર બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ગુજરાત સરકાર સહ પ્રભારી પાટણ જિલ્લા મહિલા મોરચો ભાજપ સંગઠન ઇન્ચાર્જ ડીસા શહેર ભાજપ સંગઠનમાં પણ ઓનલાઇન સદસ્યો અભિયાન અંતર્ગત મહિલાઓમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે રહી 7200 સભ્યોની વર્ષ ૨૦૧૫ દરમિયાન માગણી કરી હતી ડોક્ટર રાજુલ બહેનનો સરળ અને સાદગીભર્યું જીવન પણ એક પ્રેરણારૂપ છે મુલાકાત દરમિયાન ની વાતચીતમાં પણ પોતે વારંવાર મારે મહિલાઓ માટે કંઈક કરવું છે એ વાતનું વારંવાર ઉલ્લેખ કરતા હતા હાલમાં રાજુ બેન ને મળેલી નવી જવાબદારી બદલ કમલમ દૈનિક પરિવાર ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે
