ભીલોડાના મઉ ખાતે પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન તાલીમ યોજાઈ

રિપોર્ટર:ચિંતન જોષી-ભિલોડા

રવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મઉ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન તાલીમ યોજાઈ જેમાં તાલુકા નોડલ અધિકારી રમેશભાઈ પટેલ , નોડલ અધિકારી આત્મા કુલદીપભાઈ ,ખેડૂતમિત્ર સુરેશભાઈ ખેડૂત ભાઈઓ તથા બહેનોને પ્રાકૃતિક ખેતી માં જીરો બજેટ થી કઈ રીતે ખેતી કરવી અને ખેતીમાં ખર્ચો કર્યા વગર તેમજ રાસાયણિક ખાતર, રાસાયણિક દવાઓ વગર ખેડૂત ભાઈઓને ખેતી માંથી બમણી આવક કઈ રીતે મેળવવી,તેમજ જીવામૃત,બીજામૃત,ધન જીવામૃત, કલ્ચર,તથા પાક સંરક્ષણ માટે નિમાસ્ત્ર,બ્રહ્માસ્ર, અગ્નિઅસ્ત્ર,દશપણી અર્ક, ફૂગનાશક દવાઓ કઈ રીતે બનાવવી અને તેનો કઇ રીતે ઉપયોગ કરવો,તેમજ તેનાથી થતા ફાયદા વિશે ખેડૂત ભાઈ ને માહિતી ખર્ચ યોજનામાં ગામમાં વધુને વધુ અરજીઓ થાય અને આવનાર ખરીફ સીઝનમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવું આયોજન કરવામાં આવ્યું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM