સરકારની ચાર યોજનાનો લાભ……

વડાપ્રધાનશ્રી અપાયેલા કોલને અનુસરી કલેકટર શ્રી અતુલ ગોર દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશમાં તાલુકા દીઠ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લા કલેકટરશ્રી અતુલ ગોરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના, નિરાધાર વૃધ્ધ સહાય યોજના અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ સો ટકા લાભાર્થીઓને આવરી લેવા માટે તમામ આઠ તાલુકાઓમાં નવતર અભિનવ પ્રયાસના ભાગરૂપે સહાય સેતુ પહેલ શરૂ કરવામાં આવી છે.આ યોજનાઓના લાભથી વંચિત વડોદરા જિલ્લાના નાગરીકોએ તાલુકાવાર મામલતદાર કચેરીનો રૂબરૂ અથવા ફોનથી સંપર્ક કરી જરૂરી સાધનિક દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. તદનુસાર પાદરા તાલુકાના અરજદારોએ ૦૨૬૬૨- ૨૨૨૫૯૦,કરજણ ૦૨૬૬૬- ૨૩૩૦૪૬, વાઘોડીયા ૭૫૬૭૦૦૭૮૬૬, ડભોઈ ૦૨૬૬૩ – ૨૫૪૩૧૫, શિનોર ૦૨૬૬૬- ૨૬૪૨૭૨, ડેસર ૯૭૨૫૦૨૨૨૯૬,સાવલી ૬૩૫૧૫૫૮૧૦૧ અને વડોદરા (ગ્રામ્ય) તાલુકાના અરજદારોએ ૭૪૮૫૯ ૯૮૦૨૮ નંબર પર સંપર્ક કરવાનો રહેશે.આ યોજનાઓની વિગતો નીચે મુજબ છે.

Ø ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના

  • કોઇ પણ વિધવા બહેન કે જેમની કૌટુંબીક વાર્ષિક આવક ૧.૨૦ લાખથી ઓછી ( ગ્રામ્ય વિસ્તાર ) તથા ૧.૫૦ લાખથી ઓછી આવક શહેરી વિસ્તાર માટે હોય તે અરજી કરી શકે
  • માસિક સહાય રૂ .૧૨૫૦

Ø ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના

  • કોઈ પણ વૃધ્ધ જનની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ. બી.પી.એલ.દાખલો ગ્રામ્ય વિસ્તાર માટે ( ૦ થી ૨૦ નો સ્કોર ) શહેરી વિસ્તાર માટે સુવર્ણ જયંતિનું કાર્ડ

-ઉમર ૬૦ થી ૭૯ વર્ષના વૃધ્ધ જનનો માસિક સહાય રૂ.૧૦૦૦ ઉમરના ૮૦ કે તેથી વધુ વર્ષના વૃદ્ધજનને માસિક સહાય રૂ .૧૨૫૦

Ø નિરાધાર વૃધ્ધ સહાય યોજના

  • ૬૦ વર્ષ થી વધુ ઉમરના હોય તે અરજી કરી શકે છે -નિરાધાર વૃધ્ધ જનનો ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ના હોવો જોઇએ . કૌટુંબીક વાર્ષિક આવક ૧.૨૦ લાખથી ઓછી (ગ્રામ્ય વિસ્તાર ) માટે તથા ૧.૫૦ લાખથી ઓછી આવક શહેરી વિસ્તાર માટે હોય તે અરજી કરી શકે

-ઉમર ૬૦ થી ૭૯ વર્ષના વૃધ્ધ જનનો માસિક સહાય

રૂ,૧૦૦૦, ઉંમરના ૮૦ કે તેથી વધુ વર્ષના વૃધ્ધજનને માસિક સહાય રૂ .૧૨૫૦

Ø રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

-બી.પી.એલ.દાખલો ગ્રામ્ય વિસ્તાર માટે ( ૦ થી ૨૦ નો કોર ) મૃત્યુ થયાના બે વર્ષમાં અરજી કરવાની રહેશે . કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ ( સ્ત્રી કે પુરૂષ ) મુત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે . મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરુષની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ

  • કુટુંબમાં મુખ્ય કમાવનાર સ્ત્રી કે પુરૂષનું મૃત્યુ થતાં કુટુંબને એક વખત રૂ .૨૦,૦૦૦ / – ની સહાય મળવા પાત્ર છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ખાસ ઝુંબેશ અંતર્ગત તમામ ગંગા સ્વરૂપા બહેનો, ૬૦ વર્ષથી વધુ ઉમરના વડીલોને યોજનાઓનો લાભ મળી રહે તે માટે આપના વિસ્તારમાં લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા નાગરીકોએ ગામના તલાટી કમ મંત્રી તથા સંબધિત મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM