નવી દિશા – નવું ફલક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત

વી દિશા – નવું ફલક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગના સહયોગથી ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ યોગ્ય કારકિર્દી પસંદ કરી ભવિષ્યમાં તેઓને રોજગારીની ઉત્તમ તકો પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી કારકિર્દી માર્ગદર્શન અંગેના કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા, મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ, કલેકટર શ્રી એ.બી.ગોર, એમ.એસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. વી.કે. શ્રી વાસ્તવ, નેતા શ્રી અલ્પેશભાઈ લિંબાચીયાં, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટણી, ઉપાધ્યક્ષ ડૉ હેમાંગભાઈ જોષી, શાસનાધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નાં અધિકારીશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ સાથે અન્ય પદાધિકારીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *