ગુજરાતમાં કારકિર્દી માર્ગદર્શન માટે રાજ્ય સરકાર વેબ પોર્ટલ શરુ કરશે: શિક્ષણમંત્રીએ કરી ઓનલાઈન જાહેરાત

વડોદરામાં યોજાયો “નવી દિશા નવું ફલક’ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ

રાજ્યમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ અંગેનો સુગ્રથિત સ્વરૂપે સેમીનાર યોજાયો

ગુજરાતમાં “નવી દિશા નવું ફલક’ અંતર્ગત ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય તેમજ યોગ્ય દીશામાં કારકિર્દી બનાવી શકે તેવા ઉમદા હેતુથી સયાજીનગર ગૃહ ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાઈ જેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ લાભ લીધો હતો.જિલ્લા શિક્ષણ અધિકારી,વડોદરાની કચેરી દ્વારા આ કાર્યક્રમ સંકલિત રીતે યોજવામાં આવ્યો હતો.અને હવે પછી જિલ્લાના તાલુકાઓમાં ૮ જગ્યાઓએ જૂન મહિનામાં આ પ્રકારની શિબિરો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

     આ કાર્યક્રમમાં આજના આધુનિક યુગ માં યોગ્ય કારકિર્દી કેવીરીતે પસંદ કરવી તેમજ ભવિષ્યલક્ષી તકો કયા વિષય માં હશે તે વિષે પુરતી માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી. તેમાં  વિદ્યાર્થીઓ, વાલીઓ, વિવિધ વિષયોના શિક્ષણવિદ, શિક્ષકો, ઔદ્યોગિક તાલિક કેન્દ્રના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા. 

     મુખ્યમંત્રીશ્રી એ ઓનલાઇન માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓએ , પોતાના રુચિના વિષયને જ પોતાનો વ્યવસાય બનાવવો જોઈએ તથા ભવિષ્યમાં ખુબજ માંગ હોય તેવા વિષયોને પસંદ કરવા પર ખાસ ભાર મુકતા, ગુજરાતના વધુમાં વધુ યુવાનો સ્ટાર્ટ અપ, આંતર્પ્રેન્યોર્શીપ તેમજ સંશોધન જેવી પ્રવૃતિઓમાં રસ દાખવીને કારકિર્દી બનાવે તેમાટે પ્રોત્સાહિત કર્યાં હતાં.

    તદુપરાંત શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ઓનલાઇન માર્ગદર્શન આપતાં જણાવ્યુ કે ગુજરાત રાજ્યે ૧૦૦% એનરોલમેન્ટ સુનિશ્ચિત કર્યું છે તેમજ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સર્વાંગી વિકાસ, ઇનોવેશન તેમજ તથા આત્મનિર્ભરતાને પ્રોત્સાહિત કરવામાં આવે છે. મંત્રી શ્રીએ

 ટૂંક સમયમાં કારકિર્દી માર્ગદર્શન માટે વેબ પોર્ટલ પણ શરુ કરવામાં આવશે તેવી ઓનલાઈન જાહેરાત કરી હતી.

    મુખ્ય પ્રવક્તા એમ. એસ. યુનિવર્સીટી ના વાઈસ ચાન્સેલર પ્રો. ડૉ. વી.કે. શ્રીવાસ્તવે યુનિવર્સીટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો તથા કારકિર્દી અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું, વિદ્યાર્થીઓ તથા શિક્ષણવિદો સાથે સંવાદ તેમજ પ્રશ્નોત્તરીનુ આયોજન કરવામાં આવ્યું હતું.

    મેયરશ્રી કેયુરભાઈ રોકડિયાએ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યોહતો તથા માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાથે મ્યુ. કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલ, જિલ્લા કલેકટર શ્રી અતુલ ગૌર તેમજ ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

       આ કાર્યક્રમ હજારો યુવાનો માટે પ્રેરણા દાયી બન્યો તથા વિદ્યાર્થી તથા વાલીઓના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ માટે ખરા અર્થમાં માર્ગદર્શક પુરવાર થયો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM