



નર્મદા જીલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ’ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજપીપળામાં આવ્યા હતા.ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી 6 મહિનામાં યોજાવાની હોવાથી તમામ રાજકીય પક્ષઓ સક્રિય થયા છે.ત્યારે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કાર્યકરોને કામે લગાડવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ દ્વારા આજે બપોરે રાજપીપળા નાં ટાઉન હોલ માં જિલ્લાનાં વરિષ્ઠ શિક્ષકો,નિવૃત્ત કર્મચારીઓ સાથે સંવાદ કરી.બાબા સાહેબ આંબેડકર ને પુષ્પમાળા અર્પણ કરી ભવ્ય આવકાર રેલી માં જોડાયા હતા આ ભવ્ય રેલી જીન કમ્પાઉન્ડ માં પહોચી હતી જ્યાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પેજ પ્રમુખ અને પેજ સભ્યો ને સંબોધન કર્યું હતું.આજના આ કાર્યક્રમ માં જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ એ સ્વાગત પ્રવચન માં સહુ ને આવકાર્ય હતાં અને સાંસદ ગીતાબેન રાઠવા તથા સાંસદ મનસુખભાઈ વસાવાએ અધ્યક્ષ શ્રી ને ખાતરી આપી હતી કે જિલ્લાની બંને વિધાનસભા બેઠક જીતી ને જ રહીશું .પ્રદેશ અઘ્યક્ષ શ્રી સી.આર પાટીલ એ તેમના પ્રવચન માં જણાવ્યું કે માં નર્મદા નાં તટે રેલી કાઢી મને એમ કે રેલી હશે પણ ખૂબ મોટો રેલો નીકળ્યો આખા ગુજરાત માં આ ખૂબ મોટો રેલો જોઈ સામે વાળા ને ઉમેદવાર નહિ મળે..એટલે ઉમેદવારી નહિ કરે અને બીજેપી માં જોડાઈ જશે.પ્રધાન મંત્રી આદિવાસી ઉત્કર્ષ ની વાત કરે છે.આદિવાસી ભાઈ ઓ આજે પ્લેન લઈ ને ઊંડે છે.આદિવાસીઓ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર ની BJP સરકાર કામ કરે છે,રાજપીપળામાં ૧૦ કરોડ નાં ખર્ચે સાયન્સ સેન્ટર મંજૂર થયું છે જિલ્લમાં માં એક સાથે ૧૦ કરોડ મંજૂર કર્યા તે બદલ cm ને અભિનંદન દરેક ને પાકા રસ્તા આપ્યા હવે ખેતર ને સિંચાઇ અને કાચા રસ્તા માટે બીજેપી તૈયારી કરી ને બેઠી છે.નર્મદા તટે દરેક ખેતર ને પણ પાણી મળશે૧૦૦ વર્ષ પહેલાં બીમારી નહિ પણ ભૂખમરા થીલોકો મર્યા હતા પણ આ કોરોના કાલ માં વેક્ષીન ની શોધ થઈ અને આપડે સલામત છીએ..દરિયાઈ માર્ગે બંધ હતો છતાં આપડા દેશ નાં વિજ્ઞાનિકોએ વેક્ષિન સોધી. એ મોદી સાહેબ ની કુનેહ છે દરેક ને મફત વેક્સિન આપી દેશ નાં દરેક લોકો ને સુરક્ષિત કર્યા એક નહિ પણ બે વેક્સિન આપી ૨૦૧૪ પહેલાના પ્રધાન મંત્રી ધીમી ગતિ નાં સમાચાર હતા.તેમના સમય માં કોરોના આવ્યો હોત તો તેઓ પાંચ વર્ષ કશું વિચારતા નહિ.પણ સદનસીબે ૨૦૧૪ માં મોદી સાહેબ પીએમ હતા અને જાન બચી આજે પણ આપણને બે વર્ષ થી મફત રાશન મળે છે.જેને કારણે એક પણ વ્યક્તિ ભુખો સૂતો નથી મોદી સાહેબ ની આ યોજના ને કારણે દરેક ને ભોજન મળે છે.કોઈ દેશે મફત વેક્સિન કે આ અનાજ મફત આપ્યું નથી.ઉપરાંત પાડોશી દુશ્મન દેશો થી પણ બચાવ્યા છે.આતંકવાદી હુમલાઓ ને સાફ કર્યા છે.પહેલા પણ આજ પોલીસ અને આ જવાન હતા પણ સરકાર પાસે વાત કરવાની હિંમત ન હતી.દેશ ને સુરક્ષિત કરી મોદી સાહેબ દેશ ને સુરક્ષિત રાખવા પ્રયત્નશીલ છે આપ સહુ ને વિનંતી કરવાની કે ભૂપેન્દ્ર પટેલ અને મોદી સાહેબ ને દરેક પેજ સમિતિ નાં સભ્યો એ તાકાત બતાવવાની છે મોદી સાહેબ નાં અશ્વમેઘ યજ્ઞ નો ઘોડો નીકળી પડ્યો છે એને બાંધવાની રોકવાની કોઈ ની તાકાત નથી કેમકે આટલી મોટી સેના તેનું રક્ષણ કરેછે આખા ગુજરાત માં આજે મેસેજ આપ્યો છેકે જિલ્લાના આદિવાસી સભ્યો બીજેપી ની પડખે છે તમને અભિનંદન દરેક લોકો અલગ અલગ કામનું સૂચન કરેછે તે બધા કામો આપડે પુરા કરીશું કાલે દરેક કાર્યકર્તાઓ ને મળી ને સાંભળીશ.આ કાર્યક્રમ નું સફળ સઁચાલન જિલ્લા મહા મઁત્રી નીલ રાવ એ કર્યું હતું
શૈશવ રાવ. રાજપીપળા

