કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા અમલી બનેલ “ડિજિટલ ઇન્ડિયા” મુહિમ માં ગુજરાત અગ્રીમ હરોળમાં રહીને દ્રષ્ટાંત રૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. – શ્રી સી.આર. પાટીલ

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજરોજ પ્રારંભ કરાયેલ “ડિજિટલ સેવા સેતુ” કાર્યક્રમ બદલ  અભિનંદન  પાઠવતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલે  ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજરોજ રાજ્યવ્યાપી પ્રારંભ કરાયેલ “ડિજિટલ સેવા સેતુ” કાર્યક્રમ બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી પાટીલે જણાવ્યું હતું કે ગામડાઓમાં પણ વિકાસના દ્વાર ખોલતા અને સરકારી કામકાજ ની સવલતો સ્થાનિક ધોરણે ઉપલબ્ધ કરાવવા માટેનો માર્ગ પ્રશસ્ત કરવા બદલ હું રાજ્ય સરકારને અનેકાનેક ધન્યવાદ પાઠવું છું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા સમગ્ર દેશમાં ડિજિટલ ક્રાંતિ માટેના ચોક્કસ દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે, અને તમામ સરકારી કામકાજો ફેસ લેસ અને પેપર લેસ બને તે માટેની વિવિધ પ્રવિધીઓનો અમલ  કરવામાં આવી રહ્યો છે. આ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી કાર્યરત એવી તમામ પ્રવિધીઓમાં મદદ મળશે , ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી નાગરિકોના શ્રમ, સમય અને નાણાંની પણ બચત થશે. જેના કારણે કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારોના મૂળ મંત્ર ‘ મીનીમમ ગવર્મેન્ટ – મેક્સિમમ ગવર્નન્સ ‘ ને ચરિતાર્થ કરવામાં મદદ મળશે.

શ્રી પાટીલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની ભાજપા સરકાર “ડિજિટલ ઇન્ડિયા” મિશનમાં પોતાનું ઉત્તમ યોગદાન આપી રહી છે કે ખૂબ જ ગૌરવ અને આનંદની વાત છે. ડિજિટલ સેવા સેતુ ના આ કાર્યક્રમ થકી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં આઠ હજાર જેટલી ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે જ્યારે બે હજાર જેટલી ગ્રામ પંચાયતોમાં તો આ ૮ ઓક્ટોબર થી જ આ સેવાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.

શ્રી પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકાર હંમેશા ટેકનોલોજીના માધ્યમથી  જનહિતકારી અને લોક કલ્યાણના નવા નવા આયામો ની સંરચના થાય અને નાગરિકો ને વધુમાં વધુ સુવિધાઓ તેમના મોબાઈલ પર ઉપલબ્ધ બને તે પ્રકારના અભિગમ સાથેના નિશ્ચિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

શ્રી પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા અમલી બનેલ ” ડિજિટલ ઇન્ડિયા” મુહિમ માં ગુજરાત અગ્રીમ હરોળમાં રહીને દ્રષ્ટાંત રૂપ ભૂમિકા ભજવી રહ્યું છે.  આ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ થકી નાગરિકોને વધુમાં વધુ સવલતો તેમના ડોર સ્ટેપ પર ઉપલબ્ધ બની રહી છે ત્યારે નાગરિકો પણ આ સેવાનો વધુમાં વધુ લાભ લે તેવો શ્રી પાટીલે અંતમાં અનુરોધ કર્યો હતો.

·      પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા સમગ્ર દેશમાં ડિજિટલ ક્રાંતિ માટેના
ચોક્કસ દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે
, અને તમામ સરકારી
કામકાજો ફેસ લેસ અને પેપર લેસ બને તે માટેની વિવિધ પ્રવિધીઓનો અમલ
  કરવામાં આવી રહ્યો છે. – શ્રી સી.આર.
પાટીલ

·      રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથીનાગરિકોના શ્રમ, સમય અને નાણાંની પણબચત થશે. જેના કારણે કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારોના મૂળ મંત્ર મીનીમમ ગવર્મેન્ટ – મેક્સિમમ ગવર્નન્સ ને ચરિતાર્થ કરવામાં  મદદ મળશે. – શ્રી સી.આર. પાટીલ

·      ગામડાઓમાં પણ વિકાસના દ્વાર ખોલતા અનેસરકારી કામકાજ ની સવલતો સ્થાનિક ધોરણે ઉપલબ્ધ કરાવવા માટેનો માર્ગ પ્રશસ્ત કરવાબદલ  હું રાજ્ય સરકારનેઅનેકાનેક ધન્યવાદ પાઠવું છું. – શ્રી સી. આર. પાટીલ

·      આ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ થકીનાગરિકોને વધુમાં વધુ સવલતો તેમના ડોર સ્ટેપ પર ઉપલબ્ધ બની રહી છે ત્યારે નાગરિકોપણ આ સેવાનો વધુમાં વધુ લાભ લે – શ્રી સી. આર. પાટીલ

 

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM