

રિપોર્ટ :- બીના પટેલ
ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ , વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે આણંદના પ્રતિષ્ઠિત ડોક્ટરોનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ , વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે આણંદના પ્રતિષ્ઠિત ડો.નયનાબેન પટેલ , ડો.ધર્મેન્દ્રભાઇ પટેલ , ડો . સંદિપભાઇ પટેલ , ડો.ભાવિનભાઇ રૂપેરા , અને ડો.રાજીવ પાલીવાલ નો સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચરોતર ગેસના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ પટેલ , ડિરેકટર શ્રી વિઠ્ઠલભાઇ પટેલ , ડિરેકટર શ્રી સુરેશભાઇ પટેલ , ડિરેકટર શ્રી દિપકભાઇ પટેલ , તથા ડિરેકટર શ્રી રમેશભાઈ શાહ દ્વારા સૌ પધારેલ મહેમાનોનું સાલ ઓઢાવી , પુષ્પ ગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતું . તેમજ ચેરમેનશ્રી ધર્મેન્દ્રભાઇ જે . પટેલે ડો . મોલિનાબેન પટેલ અને શ્રીમતિ પારૂલબેન શાહનું સાલ ઓઢાવી તથા મોમન્ટો આપી સન્માન કર્યુ હતું આ પ્રસંગે ડો . નયનાબેન પટેલે ચરોતર ગેસની કામગીરીને ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરી હતી . તેઆએ આજથી ૪૦ -૪૫ વર્ષ પહેલાની પરિસ્થિતી કે જે સમયે બહેનો ચુલા અને સ્ટવથી રસોઇ બનાવતા અને ગેસની બોટલો લાવવા લઇ જવાની તકલીફમાંથી ચરોતર ગેસે મુક્ત કરી સુલભ વ્યવસ્થા કરી આપી છે જે માટે તેઓએ ચરોતર ગેસના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ જે . પટેલ તથા બોર્ડ ઓફ ડિરેકટર્સનો આભાર માન્યા હતો . આ પ્રસંગે ડો. સંદિપભાઇ પટેલે ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડમાં શ્રી ધર્મેન્દ્રભાઇ જે . પટેલ ( જે.ડી.બિલ્ડર્સ ) ની ચેરમેન તરીકે તેઓની વરણી થવા બદલ તેઓને સૌ ડોકટર્સ વતી અભિનંદન પાઠવ્યા હતા. શ્રી ધર્મેન્દ્રભાઇ પટેલ આમ તો અમારા ખૂબ જુના અને જાણીતા સ્વ.શ્રી જે.ડી. પટેલના પનોતા પુત્ર છે. અને વર્ષોથી અમારી મિત્રતા નિભાવતા આવ્યા છે. આ પ્રસંગે અમને બોલાવી અને અમારુ સન્માન કરવા બદલ અમો ચરોતર ગેસ ના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ પટેલ તથા ચરોતર ગેસ મેનેજમેન્ટનો હું આભાર માન્યો હતો. ચરોતર ગેસનું નામ ચરોતર પંથકમાં ખૂબ મોખરે રહયુ છે . તેમજ ગૃહિણીઓને ગેસ સસ્તો અને સરળ મળવાથી તેઓની મુશ્કેલીઓમાં ખૂબ રાહત મળી છે . ઇન્ડસ્ટ્રીઝમાં પણ ગેસ વહેતો થવાથી ઇન્ડસ્ટ્રીઝને બળતણ તરીકે ખૂબ ઉપયોગી નિવડે છે.આણંદની હોટેલો તથા સંસ્થાઓને સસ્તો ગેસ મળવાથી ખૂબ મોટા પાયે ફાયદો થયો છે . તેમજ તેઓએ જણાવ્યું કે શ્રી ધર્મેન્દ્રભાઇ જે . પટેલની ચે૨મેન પદે નિયુક્તિ થયા બાદ જે સી.એન.જી. ગેસ સ્ટેશનોએ જે રિક્ષા ચાલકોને અને કાર માલિકોને ગેસ પુરતા પ્રમાણમાં મળતો ન હતો તે મુશ્કેલીઓનું તાત્કાલીક નિવારણ લાવ્યા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આ પ્રસંગે ડો મોલિનાબેન પટેલ તથા શ્રીમતિ પારૂલબેન શાહ, શ્રી હિતેશભાઇ પી . પટેલ તથા ચરોતર ગેસના સી.એન.જી. ડોટર સ્ટેશનના માલિકો પણ ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગને અનુરૂપ ચરોતર ગેસના ડિરેકટર શ્રી વિઠ્ઠલભાઇ પટેલે અભિપ્રાય આપ્યો હતો તથા ડિરેકટર શ્રી દિપકભાઇ સી.પટેલે ( સાથી ) આ કાર્યક્રમમાં સૌ પધારેલ મહેમાનો અને ઉપસ્થિત રહેલા ચરોતર ગેસના સૌ સ્ટાફ મિત્રો નો આભાર માન્યો હતો.
