




રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
૩૮ વર્ષ દિર્ઘ કાલિન સેવા આપનાર શ્રી જી. એસ. મનસુરીનું શેષ જીવન નિરામય અને પ્રવૃતિમય રહે તેવી શુભકામનાઓ પાઠવવમાં આવી.
જિલ્લા માહિતી કચેરી,હિંમતનગર ખાતે ફરજ બજાવતાં શ્રી જી.એસ.મન્સુરી વયનિવૃત થતાં માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી. વિવિધ વિભાગોમાં ૩૮ વર્ષ અને ૪ માસ સેવા બાદ વયનિવૃત થનાર શ્રી મન્સુરને માહિતી પરિવાર દ્વારા શ્રીફળ અર્પણ કરી શેષ જીવન નિરામય અને પ્રવુતમય રહે તેવી શુભકામનાઓ પાઠવવમાં આવી. વર્ષ ૧૯૮૪માં તાજપુરી (અશોકપુરા)માં જળા સંપત્તિ નિગમમાં ટ્યુબ ઓપરેટર તરીકે સેવામાં જોડાયા હતા. ત્યાર બાદ તેમણે દોલતાબાદ, નનાનપુર, તલોદ ખાતે પણ સેવાઓ આપી હતી. વર્ષ ૨૦૧૮ માં શ્રી જી.એસ.મન્સુરી જિલ્લા મહિતી કચેરી,હિંમતનગર ખાતે જુનિયર ક્લાર્ક તરીકે જોડાયા હતા. સરળ અને સૌમ્ય સ્વભાવના શ્રી જી.એસ.મન્સુરીએ માહિતી કચેરીના સહકર્મીઓનો મળેલા સહયોગની ક્ષણને વાગોળી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઇ મછારે જણાવ્યું કે માહિતી કચેરી એ માત્ર ઓફિસ નથી પરંતુ પોતાના પરિવાર સમાન છે. આ પરિવારમાં હરહંમેશ પરિવારજનો સાથ સહિયોગથી હળીમળીને રહ્યાં છે.આજે આપણા પરિવારમાંથી શ્રી જી.એસ.મન્સુરી વય નિવૃત થઇ રહ્યા છે ત્યારે આ પરિવારમાં તેમની ખોટ વર્તાશે.પવનની દિશા અને સમયનો વહેણ વહેતા વાર લાગતી નથી તેવી જ રીતે જી.એસ.મન્સુરી સાથે કાર્યનો આ સમય જાણે ક્ષણભરમાં પુરો થયો થઇ ગયો. આ પ્રસંગે સહકર્મીઓએ શ્રી જી.એસ.મન્સુરી સાથેના પોતાના અનુભવો વર્ણવી નિવૃતીની શુભકામનાઓ પાઠવી હતી
