સુનિલભાઇ પ્રજાપતિએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના થકી પોતાનો વ્યવસાય વિકસાવ્યો

પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં ૪.૫ લાખની લોન મેળવી

રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
સાબરકાંઠામાં હિંમતનગરના ટાવર રોડ પર રહેતા ધોરણ ૧૨ પાસ સુનિલભાઇ પ્રજાપતિને પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત રૂ. ૪.૫ લાખની લોન મેળવી પોતાની ઇલેટ્રોનિક્સના વ્યવસાયનો વ્યાપ વધારી  સફળ ધંધાદારી બનવા તરફ આગળ વધી આર્થિક સધ્ધરતા મેળવી.  સુનિલભાઇ જણાવે છે કે,તેમણે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરી પોતાના પિતાના વ્યવસાયમાં જોડાયા હતા. સમય જતા ભાઇઓ દ્રારા પોતના અલગ અલગ વ્યવસાય કરવાનુ વિચાર્યું હતું. આ વિચાર સાથે પોતાનો નાનો ધંધો શરૂ કર્યો હતો. આ સમયમાં વ્યવસાયમાં ટકી રહેવાની હરીફાઇ અને કોરોનાના કપરા સમયની મંદીનો માર પડ્યો. પરંતુ મિત્ર દ્રારા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની જાણ થઈ અને બેંકનો સંપર્ક કર્યો. બેંકમાં જઈ મેનેજરને આ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યુ કે પ્રધાનમંત્રીશ્રી દ્રારા નાગરીકોને પોતાના વ્યવસાયમાં આગળ વધવા માટે આર્થિક સહયોગ કરવા માટે મુદ્રા લોનનું લોંન્ચિંગ કરવામાં આવ્યું છે. જેમાં જરૂરી સાધનિક પુરાવાથી સરળતાથી લોન આપવામાં આવે છે અને હપ્તા પણ સરળ રહે છે. વધુમાં સુનિલભાઇ જણાવે છે કે, આ બધી જાણકારી મેળવી હું ઘરે આવી પરીવાર સાથે આ લોન અંગે ચર્ચા કરી અને મને પોતાને આ યોજનાનો લાભ લેવો જોઇએ તે થતા હું જરૂરી સાધનિક પુરાવા લઈ બેંકમાં જઈ આ લોન માટે અરજી કરી અને ટૂંક સમયમાં મારી લોન મંજૂર થઈ હતી. આ લોન થકી દૂકાનમાં નવો સામાન ભરી ધંધાની શરૂઆત કરી અને ધીમે-ધીમે ધંધો વિકસતો ગયો.  આજે આ ધંધો સારો ચાલી રહ્યો છે. સુનિલભાઇ વડાપ્રધાનશ્રીનો આભાર માનતા જણાવે છે કે, આવી યોજનાઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *