ભાવનગર જિલ્લાના બે શિક્ષકોએ વેકેશનનો સદુપયોગ કરી ગુજરાતના 1650 કિમી લાંબા દરિયા કિનારાની સાયકલ યાત્રા પૂર્ણ કરી.

તણસા રાજપરા 2 કે.વ.શાળા ના આચાર્ય મિલન કે. રાવલ અને શ્રી ધ્રુપકા પ્રાઠામિક શાળાના શિક્ષક શ્રી શૈલેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ગુજરાતના 1650 કિલોમીટર લાંબા દરિયા કિનારાની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે 30 મે 2022ના રોજ વલસાડ જિલ્લાનું મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલું છેલ્લુ ગામ ગોવાડા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ સાયકલ યાત્રા તારીખ 14 મે 2022 ના રોજ કચ્છના કોટેશ્વર થી શરૂ કરવામાં આવી હતી જે 30 માર્ચ 2022 ના રોજ વલસાડના ગોવાડા ખાતે પૂર્ણ કરવામાં આવી. આ દરમિયાન કોટેશ્વર, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, ભચાઉ, આમરણ, જામનગર, દ્વારકા, પોરબંદર, મહુવા, ભાવનગર, વટામણ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ જેવા શહેરોમાંથી પસાર થઈ હતી આ સાયકલ યાત્રા દરમિયાન આ બંને મિત્રો દ્વારા લોકો સાયકલનું મહત્ત્વ સમજે, પોતાના રોજિંદા જીવનમાં ટૂંકા અંતર માટે સાઇકલિંગ કરે, સાથે-સાથે દરિયાકિનારે કે બીચ જેવા સ્થળોએ ફરવા જઈએ ત્યારે પ્લાસ્ટિક પ્રદૂષણ ઓછું કરીએ જેવી બાબતોની ચર્ચા ગામલોકો, સાઇકલિંગ ક્લબ, વિવિધ સંસ્થાઓ જેવી કે લાયન્સ ક્લબ, પર્યાવરણ ક્લબ, રોટરી ક્લબ જેવી સંસ્થાઓ, શિક્ષણ સંઘના પ્રમુખ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને સાથે સફાઈ અભિયાન અને સાઈકલિંગ કરવામાં આવ્યું હતું. આ સાઇકલ યાત્રામાં માંડવી સાયકલિંગ club, જામનગર સાયકલિંગ club, વલસાડ સાયકલિંગ club, નવસારી સાયકલિંગ club, ભુજ લાયન્સ ક્લબ, પોરબંદર લાયન્સ ક્લબ, રોટરી ક્લબ ભાવનગર, યુથ હોસ્ટેલ મહુવા, એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન યુથ ક્લબ મહુવા જેવી વિવિધ સંસ્થાઓ આ સાયકલયાત્રામાં જોડાઈ હતી વિવિધ જિલ્લાઓમાંથી અધિકારીઓ પદાધિકારીઓ શિક્ષણ સંઘો, સંસદસભ્યો, શિક્ષકો, તલાટી-કમ-મંત્રી, મિત્રો વગેરે એ શુભેચ્છાઓ પાઠવી હતી અને સન્માન કરવામાં આવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM