પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વીર મેઘમાયાના લાખેણા બલિદાનને ઉજાગર કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે

બલિદાન ભુમિ પાટણ ખાતે ગુજરાત ભાજપ સરકારની આર્થિક સહાયથી૧૧ કરોડના ખર્ચે વીર મેઘમાયા મંદિર સ્મારકનું અધતન નિર્માણ કાર્યનો શુભારંભ

ગુજરાતની ઐતિહાસિક રાજધાની અણહિલવાડ પાટણમાં જનહિતાર્થે બલિદાન આપનાર વીર મેઘમાયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારત-
પાકિસ્તાન બોર્ડર પરના ભુજ તાલુકાના સરહદી ઝુરા ગામ ખાતે શ્રી મેઘવંશી મારુ વણકર સમાજ- ઝુરાના લોકો દ્વારા બનાવાયેલ વીર મેઘમાયા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી, સાંસદ શ્રી અમદાવાદ પશ્ચિમ,પેનલ સ્પીકર લોકસભાએ જણાવ્યું હતું કે “
પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતી જસમા ઓડણના શ્રાપને લીધે પાણીનો અકાળ પડ્યો હતો.
પ્રજા,પશુ પંખી ચારેતરફ પાણી વિના તરફડતી હતી.અંવતિનાથ મહારાજા સિદ્ધરાજ જયસિંહે જ્યોતિષીઓ પાસે જોષ જોવડાવતાં તેઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ-બલિદાન આપવામાં આવે તો સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ચારે તરફ તપાસ કરતાં અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકા પાસેના એક રનોડા ગામમાં માયા નામના વણકર યુવાનમાં જ્યોતિષીઓએ જણાવેલ લક્ષણો મળી આવ્યાં. આથી સંવત ૧૧૯૪ મહા સુદ સાતમ ના રોજ પ્રાણી, પશુ પંખી, પ્રક્રુતિમાત્રના જનહિતાર્થે ગુજરાતની ઐતિહાસિક રાજધાની અણહિલવાડ પાટણમાં હજારો નાગરિકોની વિશાળ જનમેદનીની હાજરીમાં સામાજિક સમરસતા ના પ્રથમ અમર બલિદાની વીર મેઘમાયા એ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું હતું.
બલિદાની મહાપુરુષ વીર મેઘમાયા વિશે ગુજરાતના સાહિત્યકાર તથા પ્રખર ઇતિહાસવિદ્દ દલપતભાઈ શ્રીમાળીએ વિવિધ સંશોધનો કરીને “દલિત સંત અને લોકસાહિત્ય” ૧૯૮૯ નામે એક ગ્રંથ લખ્યો છે. જેની પ્રસ્તાવના વિદ્વાન દિવંગત શ્રી કે. કા. શાસ્ત્રીજીએ લખી છે.તેમા તથા મહારાજા સર સયાજીરાવગાયકવાડ શાસના પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમમાં ” બલિદાની મહાપુરુષ વીર મેઘમાયા” ના ઈતિહાસનો સમાવેશ કરવામાં આવ્યો હતો તદ ઉપરાંત મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીએ તેમના દ્વારા સંપાદિત “મુકનાયક ” સામયિક વર્તમાન પત્રમાં વીર મેઘમાયાની ગાથાનો આર્ટિકલ લખીને તારીખ ૨૫/૯/૧૯૨૦ ના અંક માં વીર મેઘમાયાના મહાન બલિદાનનો ઉલ્લેખ કરીને વીર મેઘમાયાને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને પ્રવર્તમાન યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩ મા ઐતિહાસિક રાજધાની પાટણ ખાતે વીર મેઘમાયાના મંદિરના દર્શન કરીને વીર મેઘમાયાના મહાન બલિદાનને ઉજાગર કરવા માટેનું સ્વપ્ન સેવ્યું હતું. જેને સાકાર કરવા માટે તેમણે વીર મેઘમાયાના ભવ્ય સ્મારક અને મંદિર નિર્માણ કાર્ય માટે ૧,૮૭ એક કરોડ સતાયસી લાખ જેવી માતબર રકમ મંજૂર કરીને નિર્માણ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આજ દિન સુધી ગુજરાત ભાજપ સરકાર દ્વારા રુપિયા ૧૧ કરોડથી પણ વધુ રકમ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. તદ ઉપરાંત દલિત સમાજમાં જન્મેલા વિવિધ સંતો મહંતોના ધાર્મિક સ્થળોના વિકાસ કરવા માટે કરોડો રૂપિયાની ધનરાશિ ફાળવણી કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબનો સમસ્ત દલિત સમાજ વતી જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ મા તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ૧૦૧ કરોડના ખર્ચે અમેરિકાની ધરતી પર અધતન શૈક્ષણિક સુવિધાઓ સાથે વીર મેઘમાયા મંદિરનું નિર્માણ કાર્ય શ્રધ્ધાળુઓના સહકાર થી કરવામાં આવશે. કચ્છ મોરબી વિસ્તારના સ્થાનિક જાગૃત સાંસદ વ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા એ ૩ લાખ રુપિયાની સાંસદ ગ્રાન્ટ ફાળવણી કરીને ઝુરા ખાતેના અનુસૂચિત જાતિ વિસ્તારમાં ” સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવીને શિક્ષણિક પ્રવુતિ ને આગળ ધપાવવા માટેનો પ્રયાસ કર્યો છે જેની સરાહના પણ કરી હતી.
ઝુરા ગામ ખાતે યોજાયેલા
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા સમગ્ર ગામમાં વીર મેઘમાયાની શૌભા યાત્રા કાઢવામાં આવી હતી જ્યારે રાત્રે ભવ્ય સંતવાણી ભજન સંધ્યા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભુજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારુલ બેન કારા, જિલ્લાના તમામ રાજકીય, સામાજિક આગેવાનો ઉપરાંત દુર દુર થી વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM